રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 મે, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદથી વ્યાપક નુકસાન

બનાસકાંઠા જિલ્લાના અનેક ભાગોમાં વાવાઝોડા સાથે વરસાદથી વ્યાપક નુકસાન
ભારે પવન અને કમોસમી માવઠાએ ખેડૂતોના પાકોનો થોથ વાળી દીધો ; ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઇ હવામાન વિભાગ દ્વારા 3 થી માર્ચ 9 મે સુધી ગુજરાતના અનેક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં પણ આવેલા હવામાનમાં અચાનક પલટાથી અનેક ભાગોમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં ગત મંગળવારની સાંજે બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતાં ઠેરઠેર વ્યાપક નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડા અને વરસાદના કારણે ખેતીના પાકો સહિત માલમત્તાને નુકશાન થયું છે  ખેડૂતોને પોતાના ખેતરોમાં ઉભેલો બાજરીના પાક જમીનદોસ્ત થઈ જતા બાજરીના પાકમાં મોટું નુકસાન થયું છે. બાજરીનો દાણા લેવાની તૈયારીમાં ઉભેલો બાજરીનો પાક ધણી પડતા હવે ખેડૂતોને ઉત્પાદનમાં પણ મોટો ફટકો પડશે. જેના કારણે ખેડૂતોને કમોસમી વરસાદની કહેરથી મોટો નુકસાન વેઠવાનું વારો આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. કમોસમી વરસાદથી ખેડૂતોને પડતા પર પાટુ ડીસા સહિત જિલ્લામાં ઉનાળો સિઝનના પાકો પરિપકવ થવાની તૈયારીઓમાં હતા. કમોસમી વરસાદથી બાજરી સહિત પાકોને વ્યાપક નુકસાન થયું છે. મોધાભાવનું બિયારણ લાવી વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારે થોડાક દિવસોમાં લણણીનું કાર્ય શરૂ થાય તેવા સમયે કમોસમી વરસાદથી ઉભા પાકોને વ્યાપક નુકસાન થયું છે. છેલ્લા ત્રણ દિવસથી ગાજવીજ અને ભારે પવન સાથે થયેલા વરસાદથી માલમત્તાને પણ નુકસાન ઉનાળાના ઉતરાધે  વાતાવરણમાં પલટો આવતા છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે. જેમાં ગત રાતે પણ અચાનક શરૂ થયેલા ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદમાં અનેક ઠેકાણે ધરોમાં પતરા ઉડી ગયા હતા. જેથી લોકોના માલમત્તાને પણ વ્યાપક નુકસાન થવા પામ્યું છે. અગાઉ ગાજવીજ અને ભારે પવનના કારણે આકાશી વિજળી પડવાથી પણ મોટું નુકસાન થવા પામ્યું છે મોંઘવારીમાં માર વચ્ચે ખેડૂતોને કુદરતનો થપાટ સરકાર સહાય કરી તેવી માંગ દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારીની અસર ખેતી પર પણ પડી રહી છે. ત્યારે મોંઘાદાટ બિયારણો લાવી વાવેતર કરેલા પાક પર કુદરતની થપાટ લગતા ખેડૂતોનેની હાલત કફોડી બની જવા પામી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના થયેલા નુકસાનનું સર્વે કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

સંબંધિત સમાચાર