ડીસામાં ગંગેશ્વર વસ્તી દ્વારા વિરાટ હિન્દુ મહા સંમેલન યોજાયું

બાબા બર્ફાનીના દર્શને આકર્ષણ જમાવ્યું
મહાશિવરાત્રી અને સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ડીસાની ગંગેશ્વર વસ્તી દ્વારા સાંખલા ફાર્મ પાસે 'વિરાટ હિન્દુ મહાસંમેલન'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ આકર્ષણ તરીકે બરફમાંથી નિર્મિત બાબા અમરનાથ (બર્ફાની મહાદેવ) ના દર્શન કરી હજારો નગરજનોએ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ટેટોડાના પૂજ્ય રામરતનદાસજી મહારાજ, ભાખરના પૂજ્ય ચંદનગિરીજી મહારાજ અને ભાચરવાના આનંદગિરિ મહારાજે પ્રેરક આશીર્વચન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ ના મુખ્ય વક્તા RSS ગૂર્જર પ્રાંતના બૌધિક પ્રમુખ જશુભાઈ ચૌધરીએ સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ અને કુટુંબ પ્રબોધન જેવા પંચ પરિવર્તનો પર ઓજસ્વી વક્તવ્ય આપ્યું હતું જેમાં શિવકાલીન યુદ્ધકલા, આદિવાસી નૃત્ય અને કુટુંબ પ્રબોધન નાટકોએ જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી.સોમનાથ ગૌરવ ગાથા, સંસ્કૃત પ્રદર્શની અને અંગદાન જાગૃતિના ટેબ્લો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ કાર્યક્રમના અધ્યક્ષ બાબુભાઈ માળીએ સભા સંબોધી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ભાવેશભાઈ ચૌધરી, પ્રો. ભાનુભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતે મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Deesa#Mahashivratri#Baba Barfani#Hindu Maha Sammelan#Gangeshwar Vasti#Sangh centenary year#Virat Hindu Maha Sammelan
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
5 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ભોપાનગર રેલવે ફાટક પર ચક્કાજામ : એક કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં શોર્ટ-સર્કીટથી આગ: રહેણાંક મકાનમાં ભીષણ આગ ભભૂકતાં લોકોમાં દોડધામ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાંથાવાડા: LCBનો ફિલ્મી પીછો; દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મૂકી બુટલેગરો ફરાર, રૂ. 6.70 લાખનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
