રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ગુજરાતમાં ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામાં આવી

ગુજરાતમાં ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવામાં આવી
ગુજરાતમાં ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે લાભના સમાચાર આવ્યા છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવવા સાથે ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. ધોરણ-10 અને 12 સાયન્સમાં શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી 6 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવી છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 9 ડિસેમ્બર સુધી મુદ્દત લંબાવવામાં આવી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની આ મુદ્દત પૂર્ણ થયા બાદ લેટ ફી સાથે ત્રણ તબક્કામાં ફોર્મ સ્વીકારવામાં આવશે. ધોરણ 12 સાયન્સમાં 7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 7થી 10 ડિસેમ્બર દરમિયાન રૂ. 250 લેટ ફી સાથે, 11થી 20 ડિસેમ્બર દરમિયાન રૂ. 300 લેટ ફી સાથે અને 21થી 22 ડિસેમ્બર સુધી રૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. 22 ડિસેમ્બર સુધીમાં કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. ધોરણ-10માં 7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 22 ડિસેમ્બર સુધી કરી શકાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 10થી 24 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જેમાં પ્રથમ તબક્કામાં 10થી 12 ડિસેમ્બર દરમિયાન રૂ. 250 લેટ ફી સાથે, 13થી 22 ડિસેમ્બર દરમિયાન રૂ. 300 લેટ ફી સાથે અને 23થી 24 ડિસેમ્બર સુધી રૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. જ્યારે, ધોરણ-10માં 7થી 22 ડિસેમ્બર દરમિયાન લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે.
Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Gujarat#Exam#board#Form

સંબંધિત સમાચાર