રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 જુલાઈ, 2025| Super Admin

દાંતાની વેકરી પ્રાથમિક શાળામાં 30 થી વધુ બાળકોને ફૂડ પોઝિશનિંગની અસર : એકનું મોત

દાંતાની વેકરી પ્રાથમિક શાળામાં 30 થી વધુ બાળકોને ફૂડ પોઝિશનિંગની અસર : એકનું મોત
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં વેકરી પ્રાથમિક શાળામાં ગઈકાલે બાળકોને સાંજના સમયે ભોજન આપવામાં આવ્યું હતું જેને લઇ બાળકોને ડાયરિયા અને વોમિટિંગ જેવી અસર થતા ભારે દોડધામ મચી હતી. તેને લઇ શિક્ષકો તેમજ ગામના અન્ય લોકો તાકીદે બાળકોને લઈ માંકડી સામૂહિક આરોગ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 30 ઉપરાંત વિદ્યાર્થીઓને આ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં એક વિદ્યાર્થીઓનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ વિદ્યાર્થીઓને રિફર કરવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર ઘટના મામલે વાયુવેગે સમાચાર ફેલાતા આજે બપોરે દાંતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા, મામલતદાર બી.સી.બારોટ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કિરણ ગમાર તેમજ તાલુકા વિકાસ અધિકારી જે.ડી.રાવલ તાકીદે ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને સમગ્ર ઘટનાની જાણકારી મેળવી હતી. જોકે હજુ કોઈને વધી જરૂરિયાત જણાય તો આગળ મોકલવા પણ જણાવાયું હતું જોકે હાલ તબક્કે કેટલાક બાળકોને રજા આપવામાં આવી છે ને 15 ઉપરાંત બાળકો હોસ્પિટલમાં દાખલ હોવાનું જાણવા મળેલ છે. મહત્વની બાબત એ છે કે હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શાળાઓમાં ચાલતા મધ્યાન ભોજનમાં ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત જાણી રહી છે કોઈપણ વસ્તુ વાનગી બનાવતા પહેલા અનાજ કે દાળ સડેલું ન હોય તેની પણ ખાસ તકેદારી રાખવી જરૂરી બની છે. જ્યારે જે વાનગી બનાવતી હોય તે જગ્યા સાફ સુથરી અને મચ્છર ન આવતા હોય તેવી જગ્યાએ બનાવી જોઈએ. જેથી કરીને કોઈપણ  જીવજંતુ રાંધેલા વાનગીમાં પડે નહીં,  નહીં તો જો આ તકેદારી નહીં રાખવામાં આવે તો મોટી સમસ્યા સર્જાઈ શકે છે.

સંબંધિત સમાચાર