ડીસા ખાતે આવેલી શ્રી નવજીવન બી.એડ્. કોલેજ ખાતે ડોકરા રનીંગ કલબના સહયોગથી સે યસ ટુ રન વિષય પર એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જો દરરોજ સવારે રનીંગને અપનાવવામાં આવે તો જીવનમાં અનેક પરિવર્તનો આવે છે તે અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરાયા હતા. સૌપ્રથમ તમામ મહેમાનોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે પધારેલ ડોકરા રનીંગ કલબના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, રનીંગ એ માત્ર કોઈ રમત નથી પરંતુ સ્વસ્થ, શિસ્તબદ્ધ અને આત્મવિશ્વાસથી ભરેલું જીવન જીવવાનો માર્ગ છે. આધુનિક જમાનામાં મોડીરાત સુધી જાગવું અને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ન જાગવું તેની ટેવ સાહજિક થતી જાય છે. ખાસ કરીને મેટ્રોપોલિટન સિટીમાં મોડી રાત સુધી યુવાનો જાગે છે અને સવારે વહેલા ઊઠતા નથી પરિણામે સ્વાસ્થ્ય જોખમાય છે.

ફિટ ઇન્ડિયા, હિટ નવજીવન: બી.એડ્. કોલેજમાં ફિટનેસ સેમિનાર યોજાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠામાં મહેસૂલી કર્મીઓની હડતાળ: કામકાજ ઠપ થવાની શક્યતા
6 કલાક પહેલા
બનાસકાંઠાભીલડી પંથકમાં વીજળીની અનિયમિતતાથી ખેડૂતો ત્રસ્ત: પાક બચાવવા માટે મુશ્કેલીઓ વધી
7 કલાક પહેલા
બનાસકાંઠાઅંબાજીના કુંભારીયામાંથી ગેસના બાટલા ઝડપાયા: 1.69 લાખનો મુદ્દામાલ જપ્ત
7 કલાક પહેલા
બનાસકાંઠાદાંતીવાડા કેમિસ્ટ એસોસિયેશનની મહત્વની બેઠક યોજાઈ
8 કલાક પહેલા
