રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસાના પાર્ટી પ્લોટોમાં આતશબાજીથી ગોઝારી હોનારત સર્જાવાની ભીતિ

ડીસાના પાર્ટી પ્લોટોમાં આતશબાજીથી ગોઝારી હોનારત સર્જાવાની ભીતિ
આજુબાજુની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ભયનો માહોલ : બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક ડીસા શહેરમાં આવેલા પાર્ટી પ્લોટોમાં કરવામાં આવતી ફટાકડાની આતશબાજીને લઈને સ્થાનિક સોસાયટીઓમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારોની નજીક પાર્ટી પ્લોટોમાં થતી આતશબાજીને કારણે નજીકની સોસાયટીઓમાં આગ લાગવાની કે અન્ય કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના વધી ગઈ છે. સ્થાનિક રહીશોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી પોલીસ પ્રશાસન પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. શહેરના અનેક પાર્ટી પ્લોટ રહેણાંક વિસ્તારોની એકદમ નજીક આવેલા છે. અહીં યોજાતા લગ્ન પ્રસંગો કે અન્ય કાર્યક્રમોમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવે છે. આ ફટાકડાના તણખા નજીકની સોસાયટીઓના ઘરો સુધી પહોંચે છે, જેના કારણે રહીશોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો આવી આતશબાજીથી ખૂબ જ ડરી જાય છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે જો સમયસર આ બાબતે ધ્યાન આપવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટી હોનારત સર્જાઈ શકે છે. પતરાના છાપરાવાળા ઘરો અને ખુલ્લા વિસ્તારોમાં આગ લાગવાની સંભાવના ખૂબ જ વધારે છે. આથી, તેઓએ પોલીસ પ્રશાસન અને સંબંધિત વિભાગોને તાત્કાલિક ધોરણે પાર્ટી પ્લોટમાં થતી આતશબાજી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. રહીશોનું માનવું છે કે પોલીસ પ્રશાસન અને વહીવટી તંત્રે આ બાબતની ગંભીરતાને સમજીને તાત્કાલિક પગલાં લેવા જોઈએ. પાર્ટી પ્લોટના માલિકોને પણ નિયમોનું પાલન કરવા અને રહેણાંક વિસ્તારોમાં આતશબાજી ન કરવા દેવા માટે સૂચના આપવી જોઈએ. જો કોઈ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં જ પોલીસ પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે. સ્થાનિક રહીશો આશા રાખી રહ્યા છે કે તેમની આ ચિંતાને ધ્યાનમાં લઈને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર