રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ16 મે, 2026| Super Admin

ડેન્ગ્યુ સામે જંગ: ડીસામાં જાગૃતિ રેલી અને મેડિકલ કેમ્પનું આયોજન

ડેન્ગ્યુ સામે જંગ: ડીસામાં જાગૃતિ રેલી અને મેડિકલ કેમ્પનું આયોજન

સમગ્ર દેશમાં ૧૬મી મેના રોજ 'રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે વિવિધ આરોગ્યલક્ષી જાગૃતિ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.​મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય સોલંકી તથા જિલ્લા મલેરિયા અધિકારી ડૉ. બ્રિજેશ વ્યાસના માર્ગદર્શન અને સૂચના અન્વયે, તાલુકા આરોગ્ય કચેરી ડીસા ખાતે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પી. એમ. ચૌધરીની આગેવાની હેઠળ એક વિશાળ ડેન્ગ્યુ જાગૃતિ રેલી યોજાઈ હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં ડેન્ગ્યુના રોગચાળા સામે સાવચેતી અને જાગૃતિ લાવવાનો હતો.

​મેડિકલ કેમ્પ અને પોરા નિદર્શન ​આ ઉજવણી અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ડીસા-૨ દ્વારા ખાસ મેડિકલ કેમ્પ અને ‘પોરા નિદર્શન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત નાગરિકોને મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા પાણી ભરાયેલા સ્થળોનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો અને મચ્છરોનો ઉપદ્રવ કેવી રીતે અટકાવવો તે અંગે જીવંત નિદર્શન સાથે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આરોગ્ય અધિકારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, અઠવાડિયામાં એક દિવસ ફરજિયાત ‘ડ્રાય ડે’ તરીકે ઉજવવો. આ દિવસે ઘરના પાણી ભરેલા તમામ વાસણો, ટાંકી અને પાત્રોને સંપૂર્ણ ખાલી કરી કોરા કરવા, જેથી પાણીમાં મચ્છરોના પોરા (લાર્વા) ન પડે અને મચ્છરોની ઉત્પત્તિ શરૂઆતથી જ રોકી શકાય. 

આ ​કાર્યક્રમ દરમિયાન મચ્છરોથી બચવા અને તંદુરસ્ત રહેવા માટે નીચે મુજબના ઘરેલુ નુસ્ખાઓ અપનાવવા જણાવાયું હતું:​મચ્છર ભગાડવાના ઉપકરણો કે કોઈલ/મેટ્સનો ઉપયોગ કરવો.​રોજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો કરવો.​ઘરમાં ગુગળનો ધુમાડો કરીને વાતાવરણ શુદ્ધ કરવું.​રાત્રે અને ખાસ કરીને નાના બાળકોને મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો.ઘરની આસપાસ ક્યાંય પણ ગંદકી કે પાણી જમા ન થવા દેવું અને સ્વચ્છતા જાળવવી.​આરોગ્ય ટીમ દ્વારા સઘન ફિલ્ડ સર્વે ​આ પ્રસંગે જિલ્લા સુપરવાઈઝર  હસમુખભાઈ પંચાલ, જગદીશભાઈ રાંગી, તાલુકા આરોગ્ય સુપરવાઈઝરનિરંજનભાઈ ઠક્કર તેમજ અર્બન MPHS  હરિસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર વિસ્તારમાં ફિલ્ડ સુપરવિઝન કરવામાં આવ્યું હતું.​આ ઉપરાંત, અર્બન-૨ના તમામ MPHW, FHW સ્ટાફ તથા આશાબહેનો દ્વારા ડીસાના વિવિધ વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વેની કામગીરી હાથ ધરીને લોકોને માહિતગાર કરાયા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સ્ટાફ સાથે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસના મહત્વ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વર્ષ દરમિયાન હાથ ધરવાની તમામ એક્શન પ્લાન  અને કામગીરીની વ્યુહરચના ગોઠવવામાં આવી હતી.

સંબંધિત સમાચાર