રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

સાબરકાંઠામાં લોકશાહીનું પર્વ: ૨૬ એપ્રિલે મતદાન, કલેક્ટરની નાગરિકોને મતદાનની અપીલ

સાબરકાંઠામાં લોકશાહીનું પર્વ: ૨૬ એપ્રિલે મતદાન, કલેક્ટરની નાગરિકોને મતદાનની અપીલ

સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે, જે અંતર્ગત આવતીકાલે એટલે કે ૨૬ એપ્રિલના રોજ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકો માટે મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાના લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ગામડાની સરકાર અને સ્થાનિક વહીવટની કમાન કોના હાથમાં સોંપવી તેનો ફેંસલો કરશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે તમામ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ચૂંટણી અધિકારીએ જિલ્લાના તમામ નાગરિકોને નિર્ભય થઈ, ઉત્સાહપૂર્વક અને જાગૃત બનીને મતદાન કરવા માટે ખાસ અપીલ કરી છે, જેથી લોકશાહીના પાયા વધુ મજબૂત બને.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર