હિંમતનગર શહેરના મહેતાપુરાના ખાડા વિસ્તારમાં સ્વચ્છ હિંમતનગર માટે સોનાની થાળીમાં લોઢાનો મેખ જેવી સ્થિતિ છે. જ્યાંને ત્યા ગટર લાઈનો ખોદી નાખ્યા બાદ ગંદકીનો પારાવાર ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. આટલું ઓછુ હોય તેમ હોળી પહેલા 12 લાખ લિટર ક્ષમતાવાળા સમ્પના ડોમ અને રીંગનું રિકન્સ્ટ્રાકશન કામ શરૂ કર્યા પછી મજૂરો પાછા ન આવતાં સમ્પમાં ગંદા પાણીનો જમાવડો થયો છે અને ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાડા વિસ્તાર હોવાથી પ્રશાસન દ્વારા તકેદારી કે દરકાર લેવામાં આવતી ન હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.
હિંમતનગરના મહેતાપુરામાં ગંદા પાણીથી રોગચાળાનો ભય

સંબંધિત સમાચાર
સાબરકાંઠાખેડબ્રહ્મા ખાતે FNHW અંતર્ગત ચાર દિવસીય ToT તાલીમનો પ્રારંભ કરાયો
2 દિવસ પહેલા
સાબરકાંઠાઅંબાજીના જયકારથી ગુંજ્યું ખેડબ્રહ્મા: ભાદરવી પૂનમે IG અને SPની ઉપસ્થિતિમાં અંબિકા મંદિરે ભવ્ય ધ્વજારોહણ
4 દિવસ પહેલા
સાબરકાંઠાવિજયનગરમાં દિગંબર જૈન સમાજના પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ: ભવ્ય શોભાયાત્રા અને સન્માન સમારોહ યોજાયો
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે મોટી સિદ્ધિ: વધુ 7 આરોગ્ય કેન્દ્રોને રાષ્ટ્રકક્ષાનું 'NQAS' પ્રમાણપત્ર પ્રાપ્ત
1 અઠવાડિયા પહેલા
