રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ10 એપ્રિલ, 2025| Super Admin

પાટણ જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા

પાટણ જિલ્લામાં ખાતરની અછતને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
ખાતર મેળવવા વહેલી સવારથી જ ખેડૂતોની જિલ્લા સહકારી સંઘ ખાતે લાંબી લાંબી લાઈનો લાગી; પાટણ જિલ્લામા ખાતરની અછત ને લીધે ખેડૂતો ને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે. ખાતર મેળવવા વહેલી સવારથી જ ખેડૂતો રઝળપાટ કરતાં જોવા મળી રહ્યા છે તો પાટણ જિલ્લા સહકાર સંઘમાં  યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી પાટણ શહેર અને જિલ્લા મા યુરીયા ખાતરની તંગી વર્તાઈ રહી છે જે સમસ્યાના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતુ નથી. ઉનાળાની સિઝન ચાલુ હોય બાજરીનું વાવેતર ખેડૂતોએ કરેલ હોય આ બાજરીના વાવેતરમાં યુરિયા ખાતર ની જરૂરિયાત ઊભી થતા ખેડૂતો દ્વારા સવારથી જ યુરીયા ખાતર મેળવવા માટે અલગ અલગ સંઘ અને મંડળીઓમાં ખેડૂતો આટા ફેરા મારતા હોય છે ત્યારે બુધવારે પાટણ ગંજ બજાર ની અંદર આવેલ પાટણ જિલ્લા સહકારી સંઘમાં યુરિયા ખાતરની થેલીની ગાડી આવતા ખેડૂતો દ્વારા સવારથી જ યુરિયા ખાતર મેળવવા લાઈનમાં લાગી ગયા હતા. જિલ્લા સંઘ દ્વારા ખેડૂતોને એક કે બે જ ખાતરની થેલી આપવામાં આવે છે તેની સાથે સાથે ખાતરની નેનો યુરિયા ની બોટલ પણ આપવામાં આવતી હોય ત્યારે ગુજરાત સરકારના મંત્રી દ્વારા ખેડૂતોને યુરિયા ખાતરની સાથે  અન્ય કોઈ ખાતર લેવાનું રહેતું નથી તેવી વિધાનસભામાં ધારાસભ્ય દ્વારા ખેડૂતોના હિતમાં પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ કરવામાં આવ્યો હતો તેમ છતાં અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની સાથે નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર