રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા5 એપ્રિલ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં વળતર મુદ્દે ખેડૂતોનો રોષ, સરકારી કચેરીનો સામાન જપ્ત કરી સીલ મારી દીધું

મહેસાણામાં વળતર મુદ્દે ખેડૂતોનો રોષ, સરકારી કચેરીનો સામાન જપ્ત કરી સીલ મારી દીધું

કડી સિવિલ કોર્ટનું વસૂલાત માટે મિલકત જપ્તીનું વોરંટ હતું

મહેસાણા જિલ્લામાં નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ ચાલતી નર્મદા યોજના માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતર મામલે નર્મદા યોજના વિભાગના અધિકારીઓની અડોડાઈ અને વહિવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેના લીધે ગતરોજ ખેડૂતો દ્વારા મહેસાણા બહુમાળી ભવનમાં આવેલી નર્મદા યીજણાની કચેરીને કોર્ટના આદેશ બાદ સીલ મારી દેવામાં આવ્યું હતું. જેના કારણે જિલ્લા વહીવટી તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીંયા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામના અરજદાર સોલંકી સેંધાજી પ્રતાપજી અને અન્ય ખેડૂતોની કે જેમની જમીન નર્મદા કેનાલ પ્રોજેક્ટ હેઠળ સંપાદિત કરવામાં આવી હતી. 

જે બાબતે લેન્ડ એક્વિઝિશન રેફરન્સ (LAR) કેસ નં. 17/2015 થી 26/2015 સંદર્ભે ખેડૂતોને વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ લાંબો સમય વીતવા છતાં પણ ખેડૂતોને વળતરની રકમ ચુકવવામાં નહીં આવતા આખરે જમીનની રકમ માટે વલખા મારતા ખેડૂતોએ કાયદાકીય લડત આપવા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જે અનુસંધાને કડીની સિવિલ કોર્ટે નાયબ કલેક્ટર અને ખાસ જમીન સંપાદન અધિકારી વિરુદ્ધ કુલ રૂ 4,30,327 ની વસૂલાત માટે જંગમ મિલકત જપ્તીનું વોરંટ બહાર પાડ્યું હતું. અને કડી સિવિલ કોર્ટે કડક વલણ અપનાવી ખેડૂતોને વળતર ન ચૂકવાતા કોર્ટે જપ્તી વોરંટ જાહેર કર્યું હતું.જેને લઈને ખેડૂતોએ સરકારી કચેરીનો સામાન જપ્ત કરી કચેરીને સીલ મારી દીધું હતું.

સંબંધિત સમાચાર