રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ26 જૂન, 2026| Super Admin

હારીજના જમણપુરના ખેડૂત સાથે લંડન વિઝાના નામે રૂ. 32.35 લાખની છેતરપિંડી

હારીજના જમણપુરના ખેડૂત સાથે લંડન વિઝાના નામે રૂ. 32.35 લાખની છેતરપિંડી

કડીના દંપતી સહિત ત્રણ સામે ખેડૂતે હારીજ પોલીસમાં ગુનો નોંધાવ્યો

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના જમણપુર ગામના એક ખેડૂત સાથે લંડન મોકલવાના બહાને રૂ. 32.35 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. ખેડૂત વનરાજસિંહ મફાજી વાઘેલા અને તેમની પત્નીને વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી આ રકમ પડાવી લેવામાં આવી હતી. આ મામલે હારીજ પોલીસ મથકે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ  હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જમણપુર ગામના વનરાજસિંહ મફાજી વાઘેલાના લગ્ન જોટાણા તાલુકાના વિરસોડા ગામના દાદુભા ઉદેશંગ પરમારની પુત્રી ધરતીબા સાથે થયા હતા. વનરાજસિંહના પત્નીના ફોઈના દીકરા પ્રવિણસિંહ ઉર્ફે લાલો દશરથસિંહ સોલંકી અને તેમની પત્ની અજુબા પ્રવિણસિંહ સોલંકી (રહે. તીર્થ સોસાયટી, કડી, હાલ લંડન, યુ.કે.)એ આશરે અઢી વર્ષ પહેલા વનરાજસિંહનો ફોન પર સંપર્ક કર્યો હતો.

આ દંપતીએ વનરાજસિંહ અને તેમની પત્નીને લંડનમાં વર્ક પરમિટ વિઝા કરાવી આપવાની લાલચ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને પતિ-પત્નીને લંડન બોલાવવા માટે કુલ રૂ. 32,35,000નો ખર્ચ થશે. શરૂઆતમાં પ્રોસેસ શરૂ કરવા માટે રૂ. 10 લાખની માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન, પ્રવિણસિંહના સસરા જીતેન્દ્રસિંહ લક્ષ્મણજી ચાવડા (રહે. કરજીસન, કડી)એ પણ પૈસા બાબતે કોઈ પ્રશ્ન ઊભો થાય તો પોતાની જવાબદારી રહેશે તેવી બાંહેધરી આપી હતી.આરોપીઓના કહેવા મુજબ, વનરાજસિંહે કમલેશકુમાર પટેલ અને સંદીપભાઈ પટેલના નામે હારીજ અને મહેસાણાની PM આંગડિયા પેઢી મારફતે અમદાવાદ ખાતે ટુકડે-ટુકડે કુલ રૂ. 32,35,000 મોકલી આપ્યા હતા.

નાણાં મળી ગયા બાદ પણ લાંબા સમય સુધી વિઝા ન આવતા વનરાજસિંહે વિઝા અંગે પૂછપરછ કરી હતી, પરંતુ આરોપીઓ તરફથી માત્ર વાયદા જ આપવામાં આવ્યા હતા. વનરાજસિંહે આ બાબતે જીતેન્દ્રસિંહ ચાવડાનો સંપર્ક સાધતા તેમણે પણ જમાઈ લંડનથી પરત આવ્યા બાદ હિસાબ ચૂકવવાની અથવા પૈસા પરત આપવાની ખાતરી આપી હતી.આખરે, પ્રવિણસિંહે વોટ્સએપ કોલ કરીને વિઝા કે રૂપિયા પરત નહીં મળે અને થાય તે કરી લેવા અંગે ધમકી આપી હતી. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા વનરાજ સિંહે હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રવિણસિંહ સોલંકી, અજુબા સોલંકી અને જીતેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર