રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 મે, 2026| Super Admin

ખેડૂત હિતલક્ષી અભિગમ: અકસ્માતનો ભોગ બનેલા 37 પરિવારોને રૂ. 1-1 લાખના ચેકો અર્પણ કરાયા

ખેડૂત હિતલક્ષી અભિગમ: અકસ્માતનો ભોગ બનેલા 37 પરિવારોને રૂ. 1-1 લાખના ચેકો અર્પણ કરાયા

એક અંગ દાતાના પરિવારજનોને પણ આગામી દિવસોમાં રૂ. 5 લાખથી વધુ રકમનો ચેક અપૅણ કરાશે

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા માર્કેટયાર્ડના વેપારીઓ,ખેડૂતો, કર્મચારીઓ તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા મજૂરો માટે વીમા કવચ યોજના અંતર્ગત અકસ્માતે મૃત્યુ સહાય વીમો ઉતરાવવામાં આવ્યો છે.જેનું પ્રિમિયમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ભરવામાં આવે છે. વર્ષ 2025-26 માટે પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ઉતારવામાં આવેલ અકસ્માત મૃત્યુ સહાય વીમાના કુલ 83 કલેમ્પ કરવામાં આવ્યાં હતાં જે પૈકી કુલ 39 કલેમ્પ મંજૂર કરાયા હતાં. જેમાથી 2 કલેમ્પ સામાન્ય ક્વેરી ના કારણે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ હતાં જયારે બાકીના 37 કલેમ્પની રકમના ચેકો શુક્રવારે પાટણ એપીએમસી દ્રારા અકસ્માતમાં મૃત્યુ પામેલ સ્વજન ના પરિવારને યાડૅ ખાતે બોલાવી સુપ્રત કરવામાં આવ્યાં હતાં.

પાટણ માર્કેટ યાર્ડમાં કોઈ ન કોઈ રીતે સંકળાયેલા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા સ્વજનના પરિવારજનોને અકસ્માત વીમા યોજનાની રૂ.1 લાખની  રકમના ચેક અપૅણ પ્રસંગે એપીએમસી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ડિરેક્ટર ભરતભાઈ પટેલ, એકાઉન્ટન્ટ સંજયભાઈ પટેલ,પિયુષભાઈ પટેલ સહિતનાઓએ ઉપસ્થિત રહી મૃતકના સ્વજનોને ચેક અપૅણ કરી સાંત્વના પાઠવી હતી. આ ચેક અપૅણ સમયે ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સાથે સંકળાયેલા લોકોને દુ:ખના સમયે યાડૅ કઈ રીતે મદદરૂપ બની શકે તેવા હમેશાં પ્રયત્નો રહ્યા છે. ત્યારે આજે અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના સ્વજનોને અકસ્માત વીમા પોલિસી અંતગૅત મળવા પાત્ર સહાયના ચેકો અપૅણ કરવામાં આવ્યા હોવાનું તેઓએ જણાવી યાડૅની અંગદાન મુહિમમાં પણ યાડૅ સાથે સંકળાયેલા એક અંગદાતાના પરિવારજનોને આગામી દિવસોમાં યાડૅ ખાતે બોલાવી રૂ. 5 લાખથી વધુની સહાયનો ચેક અર્પણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યકતિના પરિવારજનો એ ચેક સ્વિકારતા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનો પોતાના દુખમાં સહભાગી બનવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર