ચાણસ્માના કંબોઈ ગામે આંગડિયા પેઢીના સંચાલકો ની ધમકીથી ખેડૂતે કર્યો આપઘાત

રૂ. ૬.૫૦ કરોડની હેરાફેરીનો ખોટો આરોપ મૂકી પરિવારને ધમકી આપતા ખેડૂતે પગલું ભર્યું..
ચાણસ્માના કંબોઇ ગામમાં આંગડિયા પેઢીના સંચાલકોની ધમકીઓથી કંટાળીને એક ખેડૂતે આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બાબતે મૃતક ના પુત્રે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ ચાણસ્મા ના કંબોઈ ગામના સહદેવસિંહ સોલંકી કોલકાતામાં ડી.વાય.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા હતા. પેઢીના સંચાલકો ગોવિંદજી સોલંકી,કનુજી સોલંકી અને શૈલેન્દ્રસિંહ સોલંકીએ તેમના પર પેઢીના હિસાબ માંથી સાડા છ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.
આ ત્રણેય આરોપીઓ વારંવાર સહદેવસિંહના ઘરે આવતા હતા અને તેઓ સહદેવસિંહ, તેમના પિતા બળદેવજી અને પરિવારના અન્ય સભ્યોને ધમકીઓ આપતા હતા. તેઓ કહેતા કે જો પૈસા પરત નહીં કરે તો આખા પરિવારને જાનથી મારી નાખશે અને તેમની ખેતીની જમીન પડાવી લેશે.સતત ધમકીઓથી ત્રસ્ત થઈને બળદેવજી સોલંકીએ ગત તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેમના ખેતરમાં ઝેરી દવા પી લીધી હતી. આ બાબતની જાણ પરિવારજનોને થતાં તેઓ તેમને તાત્કાલિક સારવાર માટે વિવિધ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.પરંતુ તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ મૃતક સહદેવસિંહ ના પુત્ર દ્રારા ચાણસ્મા પોલીસ મથકે ધમકી આપનારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Banaskantha District#Gujarat News#Criminal Threats#Kamboi Village#Chansma Taluka#Legal Action Initiated#Police Complaint Filed#Chansma Police Investigation
સંબંધિત સમાચાર
પાટણરાધનપુરમાં ડમ્પરના ગુપ્ત ખાનામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના તાવડીયા ચોકડી પરથી પસાર થતી ટ્રક સર્કલ પર ચડી જતા અકસ્માત સર્જાયો
1 દિવસ પહેલા
પાટણપાટણના હાજીપુરમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ કરાઈ
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના રોઝુના ખેડૂતોએ કેનાલ રિપેર કરવા નર્મદા નિગમને આવેદનપત્ર આપ્યું
1 દિવસ પહેલા
