હિંમતનગરમાં નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ : રાયગઢમાં ફૂડ વિભાગના દરોડા

50 હજારથી વધુનો જથ્થો સીઝ; સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં નકલી ઘી બનાવવાનું કૌભાંડ ફૂડ વિભાગે ઝડપી પાડ્યું છે. બાતમીના આધારે ફૂડ સેફ્ટી વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર બી.એમ. ગણાવા અને તેમની ટીમે રાયગઢના પટેલ ફળીમાં રહેતા ખુબીરામ શિવચરણલાલ શર્માના રહેણાંક મકાન પર ઓચિંતી રેડ કરી હતી.
તપાસ દરમિયાન મકાનમાંથી શંકાસ્પદ ઘીની સાથે ભેળસેળ માટે વપરાતા પદાર્થો જેવા કે સોયાબીન તેલ, વનસ્પતિ તેલ અને વ્હાઈટ પાવડરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓએ સ્થળ પરથી 39 કિલો સોયાબીન તેલ, 88 કિલો વનસ્પતિ ઘી, 23 કિલો વ્હાઈટ પાવડર અને 58 કિલો તૈયાર કરેલું લૂઝ નકલી ઘી મળી કુલ રૂ. 50,000 થી વધુની કિંમતનો મુદ્દામાલ સીઝ કર્યો છે. ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો આ નમૂના સબ-સ્ટાન્ડર્ડ કે અનસેફ જાહેર થશે, તો ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કડક કાયદેસરની કાર્યવાહી અને દંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર 'હર ઘર તિરંગા' યાત્રાથી દેશભક્તિના રંગે રંગાયું
5 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર નાગરિક સહકારી બેંક ચૂંટણી: સમરસ પેનલના ઉમેદવારોએ ચૂંટણી કાર્યાલય ખોલ્યું
5 દિવસ પહેલા
સાબરકાંઠાઇડર-વડાલીમાં 'હર ઘર તિરંગા-૨૦૨૬' અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
5 દિવસ પહેલા
સાબરકાંઠા'હર ઘર તિરંગા': જિલ્લા કચેરીઓમાં ગુંજ્યું 'વંદે માતરમ'
1 અઠવાડિયા પહેલા
