રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 જૂન, 2025| Super Admin

ડીસાના આસેડા ગામે જાહેર રસ્તા પર વીજ થાંભલા: ગ્રામજનો ત્રાહિમામ, પંચાયત અંધારામાં!

ડીસાના આસેડા ગામે જાહેર રસ્તા પર વીજ થાંભલા: ગ્રામજનો ત્રાહિમામ, પંચાયત અંધારામાં!

ડીસા તાલુકાના આસેડા ગામના વાલ્મિકી વાસમાં જાહેર રસ્તા પર જ વીજળીના થાંભલા ઊભા કરી દેવાતા સ્થાનિકો અને ગ્રામ પંચાયતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દોઢ વર્ષથી પંચાયત દ્વારા સ્ટ્રીટ લાઈટો માટે એસ્ટીમેન્ટ ભરવામાં આવ્યું હતું અને વારંવાર સરપંચ, સભ્યો તથા ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આશ્ચર્યજનક રીતે, ગ્રામ પંચાયતને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના જ, જાહેર રસ્તાની બરાબર વચ્ચે આ વીજ થાંભલા નાખી દેવામાં આવ્યા છે. આના કારણે ગ્રામજનોને ભારે અગવડ પડી રહી છે અને ટ્રાફિકની અવરજવરમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ લોકોના જણાવ્યા અનુસાર, આ કામ ભરતભાઈ ઠાકોર સહિતના હેલ્પરોની બેદરકારીને કારણે થયું છે અને હજુ પણ ગામ લોકોની રજૂઆતોને હેલ્પરો સાંભળતા નથી. પંચાયતની મંજૂરી વિના અને જાહેર જનતાના હિતને અવગણીને કરવામાં આવેલી આ કાર્યવાહી સામે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર