સરહદી વિસ્તારમાં "બેક ટુ સ્કૂલ" અભિયાન સાર્થક દીકરીને પુસ્તકો અર્પણ કરી સરકારી યોજનાઓથી માહિતગાર કરાઈ
રાજ્ય સરકારના 'બેક ટુ સ્કૂલ' અભિયાનને જમીની સ્તરે સાર્થક કરતી એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. વાવ-થરાદ જિલ્લાના પાકિસ્તાન બોર્ડર પર આવેલા સુઈગામ ખાતે ધોરણ-૮ પાસ કર્યા બાદ અભ્યાસ છોડી ચૂકેલી દીકરી રાવળ રીંકુબેન વિઠ્ઠલભાઈના નિવાસ્થાને મંત્રીઓએ રીવાબા જાડેજા અને મંત્રી સ્વરૂપજી ઠાકોરે રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીઓએ પોતાના હસ્તે દીકરીને પુસ્તકો અર્પણ કરી મહર્ષિ કણાદ વિદ્યાલય, સુઈગામ ખાતે ધોરણ-૯ માં ઉત્સાહભેર પુનઃ પ્રવેશ અપાવ્યો હતો.
રાજ્યમાં એક પણ દીકરી શિક્ષણથી વંચિત ન રહે તેવા કટિબદ્ધ અભિગમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રીઓએ દીકરીના વાલીઓ સાથે સીધો સંવાદ સાધીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે પરિવારને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જેવી કે: નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી સાધના યોજના સરસ્વતી સાઇકલ સાધના યોજના વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. હિતેષ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ, સ્થાનિક શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ જિલ્લા તંત્રના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓની આ પ્રેરક અને સંવેદનશીલ પહેલથી દીકરીએ પુનઃ અભ્યાસ શરૂ કરતાં સમગ્ર સરહદી વિસ્તારમાં આ કાર્યક્રમની ભારે સરાહના થઈ





