રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 નવેમ્બર, 2024| Super Admin

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજારો રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી કચેરીઓમાં સ્ટાફ ઓછો

પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હજારો રેશનકાર્ડ ધારકોની ઈ-કેવાયસીની કામગીરી તા. 30-11-24 સુધીમાં પુરી કરવાની ડેડલાઈનને સાચવવા માટે અત્યારે પાટણ નગરપાલિકા, રેવન્યુ અને પંચાયત સહિતના વિવિધ વિભાગોનાં કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપીને તેઓને અલગ અલગ વિસ્તારોમાં જઈને ઈ કે.વાય.સી.ની કામગીરી પુરી કરવાનું કામ સોંપતાં પાટણ નગરપાલિકા અને મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં અત્યારે સ્ટાફ ઓછો જોવા મળી રહ્યો છે જેથી અન્ય કામગીરીઓ ઠપ થઈ ચુકી છે. 

પાટણ શહેરનાં 97,000 જેટલા રેશનકાર્ડ ધારકો પૈકી હજુ અનેકની ઇ-કેવાયસી કરવાની બાકી છે. જ્યારે પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની કુલ 1,75,780 જનસંખ્યામાં 38,845 રેશનકાર્ડ ધારકોમાંથી કુલ 22 હજારથી વધુ લોકોની ઈ-કેવાયસી થઈ ગઈ છે ને હજુ 70,000 રેશનકાર્ડ ધારકોની બાકી છે. રેશનકાર્ડ ધારકોની કેવાયસી કરવામાં મોબાઇલ એપમાં સર્વર ડાઉનનાં અને અપડેશનનાં પ્રશ્નો વારંવાર આવી રહ્યા છે. જેથી આ કામગીરી અત્યંત ધીમી ગતિએ થતી હોવાની ફરિયાદો જે તે કર્મચારીઓ દ્વારા તેમનાં ઉપરી અધિકારીઓને સતત મળી રહી છે. આ કામગીરી માટે પાટણ નગરપાલિકાનાં ઓછામાં ઓછા 15 થી વધુ જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને કેવાયસીની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે. તેથી તેઓ તા. 30-11-24 સુધી આ જ કામગીરી કરશે. આમ થવાનાં કારણે પાટણ નગરપાલિકાનાં ટાંચા સ્ટાફમાં અત્યારે ઘણો ઘટાડો થઈ ગયો હોવાથી સફાઈ સહિતની મહત્વની શાખાઓની કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.

ટેગ્સ:#patan#E-KYC#ration

સંબંધિત સમાચાર