રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
આંતરરાષ્ટ્રીય27 માર્ચ, 2025| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને ત્યાં દીકરીએ જન્મ; નામ રાખવામાં આવ્યું ‘હિન્દ’ 

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમને ત્યાં દીકરીએ જન્મ; નામ રાખવામાં આવ્યું ‘હિન્દ’ 

(જી.એન.એસ) તા. 27

દુબઈ,

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ક્રાઉન પ્રિન્સ શેખ હમદાનના ઘરે દીકરીનો જન્મ થયો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાની દીકરીનું નામ ‘હિન્દ’ રાખ્યું છે. આ પહેલા શાહી દંપતીને બે દીકરા અને એક દીકરી પણ છે. હમદાન 2008થી દુબઈના ક્રાઉન પ્રિન્સ છે. આ સાથે જ તેઓ સંયુક્ત આરબ અમીરાતના નાયબ વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી પણ છે.

આ બાબતે મીડિયા અહેવાલ પ્રમાણે શેખ હમદાને પોતાની માતા શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના સન્માનમાં પોતાની દીકરીનું નામ ‘હિન્દ’ રાખ્યું છે. શેખ હમદાન દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમ અને શેખા હિન્દ બિંત મક્તૂમ બિન જુમા અલ મક્તૂમના બીજા પુત્ર છે.

શેખ હમદાન સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સની સંખ્યા લગભગ 17 મિલિયન છે. તેઓ @faz3 હેન્ડલ પર પોસ્ટ દ્વારા પોતાના જીવનની ઝલક શેર કરતા રહે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર