રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જાન્યુઆરી, 2025| Super Admin

પાલનપુરમાં ઉત્તરાયણ નિમિત્તે ગૌસેવા માટે દાનની ટહેલ

પાલનપુરમાં ઉત્તરાયણ નિમિત્તે ગૌસેવા માટે દાનની ટહેલ
ગૌસેવકોની દાનની ટહેલને પગલે દાનની સરવાણી વહાવતા નગરજનો: મકરસક્રાંતિ એટલે પતંગ ચગાવવાની સાથે દાન-પુણ્યનો મહિમા વર્ણવતું પર્વ. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌ સેવા સમિતિ દ્વારા ગૌ દાન માટે ટહેલ નાખવામાં આવી હતી. જેમાં નગરજનોએ ઉદાર હાથે દાન આપ્યું હતું.ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગૌમાતાની સેવા માટે ગૌ સેવા સમિતિ દ્વારા દાનની ટહેલ નાખવામાં આવી હતી. જેમાં ગૌભક્તોએ શહેરના ગુરુનાનક ચોક સહિતના જાહેર માર્ગો પર ઉભા રહી ગૌ-દાન માટે ટહેલ નાખી હતી. જેમાં પાલનપુર વાસીઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું. જોકે, આ દાન જિલ્લાની ગૌશાળાઓને ફાળવવામાં આવશે તેવું ગૌ ભક્ત પરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. જોકે, ગૌ માતાઓ માટે છેલ્લા 13 વર્ષથી દાનની ટહેલ નાખવામાં આવે છે. જેમાં પાલનપુરવાસીઓ નો સારો પ્રતિસાદ મળી રહે છે. શ્રમિક થી લઈને ધનિકો દ્વારા મળતા સહયોગને લઈને પાલનપુરીઓની સેવા ભાવનાને ગૌ ભક્તોએ બિરદાવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી, યુવા પ્રમુખ જીગર માળી, પૂર્વ નગરસેવક જયંતિભાઇ પઢીયાર, હસમુખ પઢીયાર, રવિ સોની, હર્ષદ પટેલ સહિતના ગૌ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આમ, પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે લોકોએ દાનની સરવાણી વહેડાવી પુણ્યનું ભાથું બાંધ્યુ હતું.

સંબંધિત સમાચાર