રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 જૂન, 2026| Super Admin

ડીસા માર્કેટયાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને ૧ લાખના વીમા ચેકનું વિતરણ

ડીસા માર્કેટયાર્ડ દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને ૧ લાખના વીમા ચેકનું વિતરણ

ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટયાર્ડ) દ્વારા ખેડૂત હિતલક્ષી અભિગમ અપનાવીને 'ખેડૂત અકસ્માત વીમા યોજના' અંતર્ગત એક સંવેદનશીલ અને પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. તાજેતરમાં અકસ્માતમાં જાન ગુમાવનાર મૃતક ખેડૂતના શોકગ્રસ્ત પરિવારજનોને આર્થિક સહાયરૂપે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

​આ ચેક વિતરણ કાર્યક્રમ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન ખેતાભાઈ જે. રબારીના વરદ હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને માર્કેટયાર્ડ હંમેશા ખેડૂતોની પડખે ઊભું રહેશે તેવી ખાતરી આપી હતી.આ પ્રસંગે માર્કેટયાર્ડના વાઈસ ચેરમેન અરજણભાઈ પટેલ, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સના તમામ સભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સમગ્ર પ્રક્રિયાને સુચારુ રૂપ આપનાર બજાર સમિતિના સેક્રેટરી એ. એન. જોશી પણ હાજર રહ્યા હતા.આ પ્રસંગે ચેરમેન ખેતાભાઈ રબારી જણાવ્યું હતું કે ખેડૂત એ જગતનો તાત છે. મુશ્કેલીના સમયમાં ખેડૂત પરિવારને સમયસર આર્થિક સહાય મળી રહે તે માર્કેટયાર્ડની નૈતિક ફરજ છે. આ અકસ્માત વીમા યોજના ખેડૂત પરિવારો માટે મોટો આશરો સાબિત થઈ રહી છે.આમ ​ડીસા માર્કેટયાર્ડની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીને પગલે સમગ્ર પંથકના ખેડૂતો અને સહકારી અગ્રણીઓએ બજાર સમિતિની વ્યવસ્થા અને નેતૃત્વની ભારે સરાહના કરી છે.

સંબંધિત સમાચાર