રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
વાવ-થરાદ4 જૂન, 2026| Super Admin

વાવ-થરાદના સરહદી વિસ્તારોમાં ગૌમાતા માટે ધરણીધર યુવા ટ્રસ્ટની ભગીરથ કામગીરી

વાવ-થરાદના સરહદી વિસ્તારોમાં ગૌમાતા માટે ધરણીધર યુવા ટ્રસ્ટની ભગીરથ કામગીરી

અબોલ જીવોના સેવા કાર્યમાં દાતાઓને સહયોગ આપવા અપીલ

વાવ-થરાદ તાલુકાના છેવાડાના ગામો સમલીબેટ અને લોદ્રાણી વિસ્તારમાં કાળઝાળ ગરમીના કારણે ગૌમાતા તથા અબોલ જીવોની સ્થિતિ દયનીય બની રહી છે. આ વિસ્તારોમાં દાતાઓના સહયોગથી પાણીના હવાડા બનાવવામાં આવ્યા છે તથા પાણીનું કનેક્શન પણ ઉપલબ્ધ છે, પરંતુ પાણીનો પ્રવાહ અત્યંત ધીમો હોવાથી પશુઓને પૂરતું પાણી મળી શકતું નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રી ધરણીધર ભગવાન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન ગૌમાતા અને અબોલ જીવોને સમયસર પાણી મળી રહે તે માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

લોદ્રાણી ગામના ગ્રામજનો અને સ્થાનિક દાતાઓ દ્વારા પણ પાણીના ટેન્કરો મોકલીને મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ સેવાકાર્યમાં સંસ્થાના પ્રમુખ વિશાલસિંહ ગોહિલ, વિક્રમભાઈ મહેતા, ત્રિકમપુરી ગોસ્વામી, વિહાજી હરિઓમ તેમજ સુરતથી આર.એસ. રાજપૂત દ્વારા પણ સહયોગ આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સંસ્થાએ અન્ય સેવાભાવી દાતાઓ અને ગૌભક્તોને પણ આ માનવતા અને જીવદયા ભરેલા કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી છે, જેથી આ કપરા ઉનાળામાં ગૌમાતા તથા અબોલ જીવોને પાણીની કોઈ અછત ન રહે.

સંબંધિત સમાચાર