રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા14 જુલાઈ, 2026| Super Admin

ડીસા પંથકમાં પર્યાવરણનું નિકંદન: તંત્રની બેદરકારી વચ્ચે ‘દેશી વિરપ્પનો’ સક્રિય

ડીસા પંથકમાં પર્યાવરણનું નિકંદન: તંત્રની બેદરકારી વચ્ચે ‘દેશી વિરપ્પનો’ સક્રિય

લીલાછમ વૃક્ષોનું રાતોરાત વેચાણ અને ઉપજાઉ જમીન બિન ખેતી કરવાનું ષડયંત્ર

બનાસકાંઠા જિલ્લાના બનાસ નદીનો વિશાળ પટ ધરાવતા ​ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી રાતોરાત ઘટાદાર અને લીલાછમ વૃક્ષો કાપી, તેના ટુકડા કરી ગેરકાયદેસર હેરાફેરી કરાય છે. કાયદાના ડર વગર, નંબર પ્લેટ વિનાના ટ્રેક્ટરોમાં આ કિંમતી લાકડા ભરી ડીસા શહેરમાં આવેલ સો મિલોમાં ખુલ્લેઆમ વેચવામાં આવી રહ્યા છે.

51.jpg 237.46 KB
ડીસામાં જમીનના ભાવ આસમાને હોઈ​ઉપજાઉ ખેતીની જમીનોને રૂપિયાના જોરે, કાયદાના લીરેલીરા ઉડાડીને 'બિનખેતી' (એનએ) માં ફેરવવાનું મોટું નેટવર્ક પણ સક્રિય બન્યું છે. જેમાં સ્થાનિકોના આક્ષેપ મુજબ, જાડી ચામડીના અને લાંચિયા અધિકારીઓની રહેમ નજર હેઠળ જ આ આખું નેટવર્ક ચાલી રહ્યું છે.​એક તરફ સમગ્ર દેશ અને ખાસ કરીને ઉત્તર ગુજરાત કાળઝાળ ગરમી અને નહિવત વરસાદ (અલ નીનોની અસર) સામે ઝઝૂમી રહ્યું છે. વિજ્ઞાન અને કુદરતનો નિયમ છે કે વૃક્ષો જ ગ્લોબલ વોર્મિંગ સામે લડવાનું એકમાત્ર હથિયાર છે. જે વૃક્ષો વરસાદ લાવવા અને ગરમી ઘટાડવા માટે આપણી જીવાદોરી છે, તેને જ આર્થિક સ્વાર્થ માટે કાપી નાખવામાં આવી રહ્યા છે.જો આ જ રીતે ડીસા પંથકના લીલાછમ વૃક્ષોનું નિકંદન નીકળતું રહેશે, તો આગામી દિવસોમાં આ હરિયાળો વિસ્તાર રણ પ્રદેશમાં ફેરવાઈ જશે તેમાં કોઈ શંકા નથી. છતાં ​વન વિભાગ અને સ્થાનિક પોલીસ આ 'દેશી વિરપ્પનો' સામે લાલ આંખ ક્યારે કરશે ?

કાયદાનો ભંગ કરીને નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરો કોની મંજૂરીથી અને કોના આશીર્વાદથી શહેરમાં પ્રવેશે છે ? ​રોડ-રસ્તા અને વિકાસના બહાના હેઠળ હજારો વૃક્ષોનો બલી લેનારાઓ સામે કડક પગલાં કેમ નથી ભરાતા ? પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ  અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર