રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના નેશનલ હાઇવે પર હાઇમાસ પોલની લાઇટો ચાલુ કરવા માંગ કરાઇ

પાલનપુરના નેશનલ હાઇવે પર હાઇમાસ પોલની લાઇટો ચાલુ કરવા માંગ કરાઇ
શહેરના જાગૃત નાગરિકો દ્વારા હાઇમાસ અને રેલવે નાળામાં પાણીના ભરાવા અંગે આવેદન પાઠવાયું પાલનપુરના એરોમા સર્કલ તેમજ નેશનલ હાઇવે પર લગાવવામાં આવેલ હાઈમાસ પોલ છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં હોઈ રાત્રીના સમયે પસાર થતા લોકો તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે તેમજ અવાર નવાર નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા હોઇ શહેરના જાગૃત નાગરિકો દ્વારા આ મામલે માર્ગ મકાન સ્ટેટ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. પાલનપુરમાં પસાર થતા નેશનલ હાઇવે પર લાખો રૂપિયાના ખર્ચે જુદા જુદા સ્થળો પર ચાર જેટલા હાઇમાસ પોલ લગાવવામાં આવેલ છે. પરતું આ હાઇમાસ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાનાં કારણે રાત્રીના સમયે અહી લોકોને પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે  હાલ વરસાદી સીઝનમાં બંધ હાઇમાસને લઇ અંધારું છવાતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોમાં અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે તેમજ અમદાવાદ હાઇવે પર આવેલ અંડર ગ્રાઉન્ડ નાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઇ જતું હોઇ તેમજ ઘરનાળું બ્લોક થવાના કારણે બેચરપૂરા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને ગંદકીને લઇ મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિને લઇ શહેરના જાગૃત નાગરિકો દ્વારા માર્ગ મકાન વિભાગ સ્ટેટની  કચેરીમાં કાર્યપાલક ઇજનેરને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવી હાઇવે પરના બંધ હાઈમાસ ચાલુ કરવા તેમજ ઘર નાળાની સફાઈ કરવાની ઉગ્ર માંગ કરી હતી.

સંબંધિત સમાચાર