રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

ડીસા તાલુકાના પાલડી ગામના દલિત પરિવારોએ આવેદનપત્ર આપ્યું

અન્યત્ર સુરક્ષિત જગ્યા ફાળવી સુરક્ષા આપવાની માંગ; ડીસા તાલુકાના પાલડી ગામે મહાદેવજીના મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજનો બહિષ્કાર કરાયો હોવાનો તેમજ તેઓનો ફાળો સ્વીકારાયો ન હોવા બાબતે ભીલડી પોલીસ મથકે 20 જેટલા લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ ફરિયાદ નોંધાયા બાદ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આજે પાલડી ગામના દલિત સમાજના લોકો ડીસા નાયબ કલેકટર કચેરી દોડી આવ્યા હતા અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેઓએ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તેઓ ગામમાં રહી શકે તેવી સ્થિતિ ન હોઇ સુરક્ષિત જગ્યાએ તેઓને રહેઠાણ તેમજ ખેતીલાયક જમીન ફાળવી આપવા અને સુરક્ષા આપવાની માંગ કરી હતી. જો તેઓની માંગ નહીં સ્વીકારાય તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર