બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
બનાસ ડેરીની કુંવારાપાદર મંડળીમાં મંત્રીની જોહુકમી સામે ગ્રાહકોમાં રોષ

ગ્રાહકોએ સાધારણ સભાનો બહિષ્કાર કર્યો; બનાસ ડેરી હેઠળ આવતી કુંવારાપાદર દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મંત્રીના મનસ્વી વહીવટ અને જોહુકમી સામે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. તાજેતરમાં યોજાયેલી મંડળીની સાધારણ સભામાં, મંત્રી દ્વારા ગયા વર્ષની સરખામણીમાં દૂધનો ભાવફેર ઓછો આપવામાં આવતા ગ્રાહકોએ આ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગ્રાહકોએ જ્યારે ભાવફેર અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે મંત્રી ડાયાજીએ ઉદ્ધત જવાબ આપ્યો કે, "આ મંડળી મારી છે અને હું જ નિર્ણય લઈશ. કોઈ કમિટી સભ્ય કે ગ્રાહકને પૂછવાનો અધિકાર નથી." તેમના આ વર્તનથી નારાજ થયેલા ગ્રાહકોએ સાધારણ સભામાં સહી કરવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સભા રદ કરવી પડી હતી. ગ્રાહકોએ આ ભાવફેરની ફાળવણી અમાન્ય ગણાવી છે.
આશ્ચર્યજનક બાબત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે ડેરીના અધિકારીઓ પણ સભામાં હાજર હતા. ગ્રાહકોનો આક્ષેપ છે કે મંત્રી તરીકે ડાયાજીની દીકરીની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ તે ક્યારેય હાજર રહેતી નથી અને સમગ્ર વહીવટ ડાયાજી પોતે જ કરે છે. આ અંગે ગ્રાહકોએ બનાસ ડેરીના જનરલ મેનેજરને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરતો પત્ર પણ લખ્યો છે. આ મામલો હવે ગંભીર બન્યો છે અને સ્થાનિક દૂધ ઉત્પાદકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેઓ મંત્રીના મનસ્વી વહીવટ સામે સખત પગલાં લેવાની માગ કરી રહ્યા છે. આ ઘટના અંગે બનાસ ડેરીનું તંત્ર શું નિર્ણય લે છે ? તેના પર સૌની નજર છે.
Google પર રખેવાળને પસંદ કરોટેગ્સ:#Kunwarapadar Mandali Controversy#Banas Dairy Governance#Minister Diaji Allegations#Milk Price Hike Dispute#General Meeting Boycott#Customer Protest#Dairy Officials Present#Demand for Accountability#Local Milk Producer Resentment
સંબંધિત સમાચાર
બનાસકાંઠાકાંકરેજ તાલુકાના સરપંચોનું શિહોરી ખાતે સ્નેહમિલન યોજાયું; ૨૧ પડતર પ્રશ્નોને લઈને તંત્રને આવેદનપત્ર અપાયું
8 કલાક પહેલા
બનાસકાંઠાડીસા કોર્ટે ફટકારી સજા: ઉછીના નાણાં પરત ન આપનાર નાની ભાખરના શખ્સને 1 વર્ષની કેદ
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી: રિસાલા બજારમાંથી રૂ. ૫ લાખથી વધુની કિંમતનો ૫૫ પેટી શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો સીઝ કરાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાશિહોરી કોર્ટનો ચુકાદો: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલ અને રૂ. 80.10 લાખનો દંડ
2 દિવસ પહેલા
