રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કરોડોની સાયબર ફ્રોડનો મામલો: પાટણ કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન નકાર્યા

કરોડોની સાયબર ફ્રોડનો મામલો: પાટણ કોર્ટે ત્રણેય આરોપીઓના જામીન નકાર્યા

કમિશનની લાલચે બેંક ખાતા આપનારા સામે સેશન્સ કોર્ટનું સખત વલણ

પાટણ સેશન્સ કોર્ટે સાયબર ક્રાઈમ અને ડિજિટલ એરેસ્ટ જેવા ઓનલાઈન ફ્રોડમાં સામેલ ત્રણ આરોપીઓની જામીન અરજી રદ કરી છે. આ આરોપીઓએ કમિશનની લાલચે પોતાના બેંક ખાતા સાયબર ઠગોને વાપરવા આપ્યા હતા. સેશન્સ જજ એચ.એસ. મુલીયાની કોર્ટે ગુનાની ગંભીરતા અને કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહારોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.

પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનામાં આરોપી વિશાલે ચાર્જશીટ રજૂ થયા બાદ જામીન માટે અરજી કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વિશાલે કમિશનની લાલચે પોતાની બેંક ખાતાની કિટ સાયબર ઠગોને આપી હતી.તેના ખાતામાં 1,74,45,074 રૂપિયા જમા થયા હતા અને તેમાંથી 1,73,85,046.73 રૂપિયા ઉપાડી લેવાયા હતા. આ ખાતા વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી કુલ 30 ફરિયાદો અને અરજીઓ નોંધાઈ છે. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીના આ જૂથ દ્વારા મ્યુલ ખાતાઓમાં કુલ 16.65 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો થયા હતા.

પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના આ જ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપી યાકુબ ઉર્ફે મુન્નો એ પણ જામીન માટે અરજી કરી હતી. યાકુબે પણ કમિશનની લાલચે પોતાના બેંક ખાતાની કિટ સાયબર ઠગોને આપી હતી. તેના બેંક ખાતામાં 1,87,41,868 રૂપિયા જમા થયા હતા અને તેમાંથી 1,87,41,668.07 રૂપિયા ઉપાડી લેવાયા હતા. આ બેંક ખાતા સામે દેશભરમાંથી કુલ 12 ફરિયાદો નોંધાઈ છે. કોર્ટે નોંધ્યું કે ચાર્જશીટ પછી પણ આરોપી સામેના પુરાવા અકબંધ છે અને ગુનો ગંભીર પ્રકારનો હોવાથી જામીન આપી શકાય નહીં.

ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડિજિટલ એરેસ્ટ અને એપીકે લિંક મોકલી છેતરપિંડી કરવાના ગુનામાં આરોપી મંથન વિનોદજી ઠાકોરએ જામીન અરજી કરી હતી. આ કેસમાં આરોપી મંથન ઠાકોરે અન્ય આરોપી જગદીશજી પાસેથી 3 વ્યક્તિઓના બેંક ખાતા ભાડેથી લીધા હતા અને પોતે વધુ કમિશન મેળવી અન્ય સાયબર ઠગોને ઉપયોગ કરવા આપ્યા હતા. મંથને મેળવેલા આ 3 ખાતાઓમાં જ માત્ર રૂ. 91,95,777 ના વ્યવહારો થયા હતા અને રકમ સગેવગે કરી દેવાઈ હતી. સમગ્ર નેટવર્ક દ્વારા કોરા ચેકોમાં સહીઓ કરાવી રૂ. 7,16,14,895 ના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો આચરવામાં આવ્યા છે.

સરકાર પક્ષે સરકારી વકીલ એસ.એચ. ઠક્કરે જામીન અરજીઓનો સખત વિરોધ કરતા રજૂઆત કરી હતી કે, દેશભરમાં નિર્દોષ લોકોને ડિજિટલ એરેસ્ટ કે ઓનલાઈન લિંકો મોકલી ડરાવી-ધમકાવીને લૂંટવામાં આવી રહ્યા છે. આવા ગુનાઓમાં કમિશનની લાલચે પોતાના બેંક ખાતા આપનારા કે ભાડેથી ખાતા મેળવી આપનારા મ્યુલ એકાઉન્ટ ધારકો સક્રિય ભૂમિકા ભજવે છે.સેશન્સ જજ એચ.એસ. મુલીયાએ બંને પક્ષોની દલીલો અને તપાસ અધિકારીનું સોગંદનામું ધ્યાને લઈ આદેશમાં સ્પષ્ટ કર્યું કે, આરોપીઓ સામે કરોડો રૂપિયાના શંકાસ્પદ અને ગેરકાયદે નાણાકીય ટ્રાન્ઝેક્શનના પુરાવા છે. સાયબર ફ્રોડ જેવા ગંભીર આર્થિક ગુનાઓમાં પ્રાથમિક તથા ચાર્જશીટના તબક્કે આરોપીઓની સક્રિય ભૂમિકાને જોતા અદાલત પોતાની વિવેકબુદ્ધિની સત્તા જામીન આપવા માટે વાપરી શકે નહીં.પરિણામે ત્રણેય આરોપીઓની જામીન અરજીઓ ના મંજૂર કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર