રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

ભાભરમાં ઠાકોર સમાજની રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર ૭૦ થી ૮૦ શખ્સો સામે ગુન્હો દાખલ

ભાભરમાં ઠાકોર સમાજની રેલીમાં ગેરકાયદેસર મંડળી રચી તોડફોડ કરનાર ૭૦ થી ૮૦ શખ્સો સામે ગુન્હો દાખલ
પોલીસ ખુદ ફરિયાદી બનતા અસામાજીક તત્વોમાં ફફડાટ; ભાભરમાં ગત તા.૩૦/૪/૨૦૨૫ ના રોજ હાઇવે ઉપર થયેલ મારામારીના બીજા દિવસે ઠાકોર સમાજના સેકડો યુવાનો ભાભર ખાતે ઉતરી પડ્યા હતા અને આ તમામ યુવાનો -આગેવાનો એક સ્થળે એકત્ર થયા હતા.જેમાં ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ તેમને સંબોધન કર્યું હતું. આ તમામ યુવાનો- આગેવાનો રેલી સ્વરૂપે ભાભર પોલીસ સ્ટેશને પહોચ્યા હતા. એકત્ર થયેલા અન્ય યુવાનો પૈકીના કેટલાક ૭૦ થી ૮૦ યુવાનોએ ભાભરની બજારો બળજબરીપુર્વક બંધ કરાવતાં અને દુકાનોનાં શટરોને લાકડીઓ તથા શેરડીના સાંઠા મારી હાથ લારીઓને નુકશાન પહોચાડયુ હતું. જેને લઈ વેપારીઓમાં રોષ ફેલાયો હતો. જેથી ભાભર પોલીસ સ્ટેશનના ટાઉન જમાદાર ભરતજી સારંગજીએ અજાણ્યા ૭૦ થી ૮૦ ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોધાવતાં તેમની તપાસ પોલીસે હાથ ધરી છે.જેથી અસામાજીક તત્વો ફફડી ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાભરમાં હાઈવે ઉપર હુમલો અને રેલીમાં આવનાર ટોળાએ બિહાર વાળા દ્રશ્યો જોઈ બજારો બંધ થઈ ગઈ હતી. અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પરંતુ પોલીસે બે દિવસમાં પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં આરોપીઓને ઝડપી લઈ કાબૂમાં લીધી હતી. અને પરિસ્થિતિ રાબેતા મુજબ કરતા લોકો હોશકારો અનુભવી રહ્યા છે.

સંબંધિત સમાચાર