પ્રયાગ રાજમાં ભગદડમા મૃત્યુ પામેલા શ્રદ્ધાળુ ના આત્મ શાંતિ અને વિશ્વ વસુધાના કલ્યાણ સાથે આજે ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ નું આયોજન થયું હતું. જેમાં પાલનપુર ના નગરજનો અને ગાયત્રી પરિવાર ના પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મૌની અમાવસ્યાના વિશેષ દિવસે જે તપસ્યા કરવાં માં આવે છે તેનું અને આધ્યાત્મિક શક્તિઓને વધારવા માટે અનોખું મહત્વ ધરાવે છે. શાસ્ત્રોમાં કહેવાય છેકે જપે પુણ્ય પ્રાપ્તિ અર્થાત જાપ થી પુણ્યની પ્રાપ્તિ થઇ છે.અમાવસ્યાના દિવસે તપસ્યા કરવાનો હિન્દુ ધર્મમાં વિશેષ મહિમા છે. આ દિવસને આધ્યાત્મિક શક્તિઓ અને મનની શાંતિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, આ દિવસે કરેલી સાધના અને જાપ આધ્યાત્મિક ઉન્નતિ માં સહાયરૂપ બને છે.
મહાકુંભના મૃતકોની આત્મા ની શાંતિ માટે પાલનપુર ગાયત્રી શક્તિપીઠ ખાતે અખંડ જાપ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
11 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
12 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
12 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
