રાજકારણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેરનામું બહાર પાડ્યું; મેનિફેસ્ટો જાહેર

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં કોંગ્રેસે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને જનતાને અનેક વચનો આપ્યા છે. કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મેનિફેસ્ટો જાહેર કરી દીધો છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં જનતાને અનેક મોટા વચનો આપ્યા છે. આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે જનતાને 5 ગેરંટી પણ આપી છે, જેમાં પ્યારી દીદી યોજના, જીવન રક્ષા યોજના, યુવા ઉડાન યોજના, મોંઘવારી મુક્ત યોજના અને મફત વીજળી યોજનાનો સમાવેશ થાય છે.
કોંગ્રેસે જનતાને આ 5 ગેરંટી આપી
પ્યારી દીદી યોજના: દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર મહિને 2500 રૂપિયા આપશે.
જીવન રક્ષા યોજના: દિલ્હીના તમામ રહેવાસીઓને 25 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડશે. જેમાં મફત દવાઓ અને ટેસ્ટ પણ સામેલ હશે.
યુવા ઉડાન યોજના: તમામ બેરોજગાર યુવાનોને જાહેર અથવા ખાનગી ક્ષેત્રમાં એક વર્ષની એપ્રેન્ટિસશીપ આપવામાં આવશે, જે દરમિયાન તેમને દર મહિને રૂ. 8500 મળશે.
મોંઘવારી મુક્ત યોજના: LPG સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવશે. દર મહિને 2 કિલો ખાંડ, એક કિલો રસોઈ તેલ, 6 કિલો કઠોળ, 250 ગ્રામ ચાની પત્તી સહિતની મફત રાશન કીટ આપવામાં આવશે.
મફત વીજળી યોજના: તમામ પાત્ર પરિવારોને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.
Google પર રખેવાળને પસંદ કરોસંબંધિત સમાચાર
રાજકારણઅભિજીત દિપકેને કસ્ટડી પર મમતા બેનર્જીએ કહ્યું, 'ચિંતા ના કરો, દીદી અત્યારે તમારી સાથે છે'
1 દિવસ પહેલા
રાજકારણઈમરાન ખાનને ભારત છોડવાની નોટિસ મળતાં રાજકીય હોબાળો! વિપક્ષી નેતાઓએ ગંભીર આરોપ લગાવ્યા
1 દિવસ પહેલા
રાજકારણPM મોદીનો પ્રવાસ યુપી વિધાનસભા ચૂંટણી પહેલા ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી શરૂ થવાની શક્યતા
2 દિવસ પહેલા
રાજકારણ'ધર્મ બદલશો તો અનામતનો લાભ નહીં મળે', સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
2 દિવસ પહેલા
