રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

"કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવી": બનાસકાંઠામાં હાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતના આકરા પ્રહાર

"કોંગ્રેસને કોંગ્રેસે જ હરાવી": બનાસકાંઠામાં હાર મુદ્દે ગુલાબસિંહ રાજપૂતના આકરા પ્રહાર

બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તાજેતરમાં વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ અને મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ ડીસા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પક્ષના જ આંતરિક વિખવાદ અને 'ભીતરઘાત' પર આકરા પ્રહારો કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

​વિજેતા ઉમેદવારોના સન્માન બાદ પોતાના સંબોધનમાં ગુલાબસિંહ રાજપૂતે હારના કારણોની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ઇતિહાસમાં કોંગ્રેસને હરાવવાનું કામ હંમેશા કોંગ્રેસે જ કર્યું છે. પહેલા નેતાઓ ટિકિટ મેળવવા માટે જોરદાર લોબિંગ કરે છે, પણ જો ટિકિટ ન મળે તો પક્ષના જ ઉમેદવારને હરાવવાનું કામ શરૂ કરી દે છે. કોંગ્રેસને બહારથી આવીને કોઈ હરાવી શકતું નથી, પણ આંતરિક ખેંચતાણને લીધે જ પક્ષને નુકસાન સહન કરવું પડે છે."

​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગત ચૂંટણીઓમાં હાર પાછળ લગ્નગાળો પણ એક કારણ રહ્યો હતો. લગ્નની મોસમ હોવાને કારણે કાર્યકરો મતદારોને મતદાન મથક સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ ઉપરાંત, કેટલાક આગેવાનો અને કાર્યકરોએ પક્ષ પ્રત્યે વફાદાર રહેવાને બદલે હરાવવાની ભૂમિકા ભજવી હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

​આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના વિજેતા ડેલિગેટ્સનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને પાયાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જોકે, પ્રમુખના આ નિવેદન બાદ પક્ષમાં આંતરિક શિસ્ત અને એકતા જાળવવી એ આગામી સમયમાં મોટો પડકાર બની રહેશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર