રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત20 જૂન, 2025| Super Admin

ઇરાન - ઈઝરાયેલ યુદ્ધના પગલે ગુજરાતના ઉદ્યોગોમાં ચિંતા વ્‍યાપી

ઇરાન - ઈઝરાયેલ યુદ્ધના પગલે ગુજરાતના ઉદ્યોગોમાં ચિંતા વ્‍યાપી
ક્રૂડના ભાવમાં વધારો થતાં ઉદ્યોગો પર આર્થિક અસર પડશે : પેટ્રોકેમ, ઓટોમોબાઈલ, પ્‍લાસ્‍ટિક, કેમિકલ, પેઈન્‍ટ ઉદ્યોગ સામે નવા પડકાર ઇરાન- ઇઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલા યુધ્‍ધના પગલે ગુજરાતના ઉદ્યોગ સંચાલકો ચિંતિત બન્‍યા છે. આ યુધ્‍ધ દિવસે દિવસે તીવ્ર બની રહ્યું છે ત્‍યારે જીઓપોલીટીકલ પરિસ્‍થિતિ પણ ઝડપથી બદલાઈ રહી હોઈ તેની આર્થિક અસરો નિશ્ચિત પણે પડશે. ખાસ કરીને કુડના ભાવમાં થઇ રહેલા તીવ્ર વધારાના પગલે ઉદ્યોગો સહિત સમગ્ર અર્થતંત્ર ઉપર અસર પડશે તે નિશ્ચિત બન્‍યું છે.આજે કુડનો ભાવ એક બેરલના ૭૭ ડોલર હતો.બીજી તરફ હોમુંઝના અખાતનો દરિયાઇ માર્ગમાં અવરોધના પગલે શિપિંગ ખર્ચ પણ વધશે, મૂડી પ્રવાહને અસર પડશે. ભારતના ઓઇલ અને ગેસના પુરવઠા માટે મોટું જોખમ ઊભું થઇ શકે છે. કેમકે ભારતમાં ૪૦ ટકા ઓઈલ-ગેસ આ માર્ગ ઉપરથી આવે છે. આ સ્‍થિતિમાં ગુજરાતના પેઈન્‍ટ ઉદ્યોગો માટે પણ પડકાર રૂપ સ્‍થિતિ સર્જાઈ છે. પેઈન્‍ટ ઉદ્યોગ માટે સોલવન્‍ટ અને રેઝિન્‍સ ખૂબ જરૂરી હોય છે. જે ૫૦ ટકા જેટલો ઉત્‍પાદન ખર્ચ ગણાય છે. સોલવન્‍ટ અને રેઝિન્‍સની કિંમત પણ કુડની કિંમતના પગલે વધશે. આ કંપનીઓને રિટેઇલ ભાવ વધારવાની ફરજ પડશે જે માગમાં ઘટાડો કરી શકે તેમ છે. નેપ્‍થા, ઈથેન, પ્રોપેન અને અન્‍ય કુડ ડેરિવેટિવ્‍ઝ પણ પ્‍લાસ્‍ટિક, સિન્‍થેટીક ફાઇબર્સ, સોલવન્‍ટ્‍સ અને અન્‍ય કેમિકલ્‍સ માટે મહત્‍વાના ફીડ સ્‍ટોક છે. કેમિકલ અને પેટ્રોકેમિકલ કંપનીઓમાં આ ચીજોનો કાચામાલની કિંમતમાં ૫૦ ટકા ગણાય છે. નાઇટ્રોજન આધારીત ફર્ટિલાઈ ઝર્સ ખાસ કરીને યુરિયા અને એમોનિયાનું ઉત્‍પાદન કુદરતી ગેસ અને ઓઈલ ઉપર આધારિત છે. જો એલએનજીનો ભાવ પણ ઓઈલની કિંમત વધતા ગણનાપાત્ર રીતે વધી જશે. આથી ફર્ટિલાઇઝરનું ઉત્‍પાદન ખર્ચ વધશે. આથી રિટેઈલ ભાવ વધતા સરકાર ઉપર સબસિડીનો જંગી બોજો આવશે. જે કરોડો રૂપિયામાં હશે. ઓટોમોબાઇલ ઉત્‍પાદકો પણ હાલ પ્‍લાસ્‍ટિક, રબર અને પેટ્રોલિયમ આધારિત ચીજોની કિંમતમાં તોળાઈ રહેલા ભાવ વધારાની ગણતરી કરી રહ્યા છે. આ તમામ બાબત છેવટે કોર્પોરેટ સેકટરમાં નફામાં અસર કરશે. કેમિકલ ઉદ્યોગો પણ હાલમાં પરિસ્‍થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.ઉલ્લેખનીય છેકે, મધ્‍ય ગુજરાતમાં પેટ્રોકેમિકલ, કેમિકલ, ફાર્મા, પ્‍લાસ્‍ટિક, ફર્ટિલાઈઝર, ઓટો ઉદ્યોગો આવેલા છે. આ ઉદ્યોગોના સંચાલકો પરિસ્‍થિતિ કેવો વળાંક લેશે તેની ઉપર નજર રાખી રહ્યા છે.ભારતનું અર્થતંત્ર ઓઇલની આયાત ઉપર આધારીત છે. ઇરાન અને ઇઝરાયેલ વચ્‍ચેના યુધ્‍ધ તીવ્ર બને તો આગામી દિવસમાં ક્રુડના ભાવમાં જંગી વધારો થાય તેવી શકયતા છે.જે ઉત્‍પાદન ખર્ચને અસર કરશે. આ સ્‍થિતિમાં ઉદ્યોગોએ ઊર્જાનો કાર્યક્ષમ ઉપયોગ કરવો પડશે. ઉધોગોએ સ્‍પર્ધાત્‍મકતા વધારવી પડશે.

સંબંધિત સમાચાર