અંબાજી ભાદરવી પૂનમ મેળામાં હોમગાર્ડઝ જવાનોની પ્રશસનીય કામગીરી

જિલ્લા કલેકટરના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડનું સન્માન
અંબાજી ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં બનાસકાંઠા, મહેસાણા સહિતના 2500 થી વધુ હોમગાર્ડઝના જવાનોએ ઉત્કૃષ્ટ ફરજ બજાવતા જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝમાં જિલ્લા કમાન્ડન્ટ તરીકે હિંમતસિંહ રાઠોડને આવ્યા બાદ જવાનોનો જુસ્સો વધી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલ ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં બનાસકાંઠા, મહેસાણા, ગાધીનગર, અમદાવાદ, બોટાદ, દ્રારકા અને સુરેન્દ્રનગર સહિતના 2509 જેટલાં હોમગાર્ડઝના જવાનો ફરજમાં જોડાયા હતાં. જે દરમિયાન બંદોબસ્તમાં આવેલ તમામ જવાનોને પુરતી સુવિધા મળી રહે તે માટે તેમજ વ્યક્તિગત રૂબરૂ મળીને પણ જવાનોનો જુસ્સો વધાર્યો હતો.
અંબાજી બંદોબસ્ત દરમિયાન જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ સતત આઠ દિવસ સુધી રાત દિવસ હાજર રહી જવાનોના વેલફેરને અગ્રતા આપ્યો હતો. બંદોબસ્ત સુખરૂપ પૂર્ણ થતાં નિષ્કામ સેવા સાથે જોડાયેલા હોમગાર્ડઝ જવાનોની કામગીરીને બિરદાવી જિલ્લા કલેકટર મિહીર પટેલ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ નું મોમેન્ટો આપી સન્માનિત કરી જવાનોની કામગીરીને બિરદાવી હતી. જવાનોએ ગુજરાત હોમગાર્ડઝનું ગૌરવ વધાર્યું છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
13 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
14 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
14 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
