અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાટણ જિલ્લાના ચંદુમાણા ગામના વૃદ્ધ દંપતીના મૃતદેહ ના DNA પરીક્ષણ બાદ મૃતદેહ ને તેમના પરિવારને સોંપવામાં આવતા પરિવાર જનોમાં આક્રંદ છવાયો હતો અને ભારે હૈયે પરિવારજનોએ મૃતકોના અંતિમ સંસ્કાર સિદ્ધપુર મુકિત ધામ ખાતે કરી મૃતાત્માઓના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તા. 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પાટણ ના ચંદ્રુમણા ગામના કુબેરભાઈ ખેમચંદભાઈ પટેલ અને તેમના પત્ની બબીબેન કુબેરભાઈ પટેલનું મૃત્યુ થયું હતું. તેઓ યુકેમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા. વિમાન ક્રેશ થતાં બંને પતિ-પત્નીનું કરુણ મૃત્યુ થયું હતું.દુર્ઘટના બાદ પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લેવા પહોંચ્યા હતા. ઘટના બન્યાના 10 દિવસ પછી DNA પરીક્ષણમાં મેચ થતાં સત્તાવાળાઓએ પરિવારજનોને મૃતદેહ સોંપ્યા હતા. બંને મૃતદેહોને તેમના વતન ચંદુમાણા લાવવામાં આવ્યા. આ સમયે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારબાદ બંને મૃતદેહોને સિદ્ધપુર મુક્તિધામ ખાતે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા.
પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ચંદ્રુમણા દંપતિના DNA ટેસ્ટ બાદ સિદ્ધપુર ખાતે અંતિમ સંસ્કાર કરાયા

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Ahmedabad#Plane crash#Patan district#Victim Identification#Community Grief#Tragic Accident#Last Rites#Family Mourning#DNA Identification#Chandrumana Village#Siddhpur Mukti Dham#Travel to UK
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરમાં પંચાયત સદસ્યનું સભ્યપદ રદ્દ: ત્રણ સંતાન હોવાથી DDOએ કરી કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણમાં યુવાનો માટે રોજગારલક્ષી પહેલ: રાહતદરે સ્ટેનોગ્રાફીનો કોર્સ શરૂ થયો
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ભાજપ મહિલા કાર્યકરો પર શાહી ફેંકવા મુદ્દે ધારાસભ્યના રાજીનામાની માંગ કરી
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ અને કૉપી કેસ અટકાવવા 15 નિયમો જાહેર કરાયા
2 દિવસ પહેલા
