રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ19 એપ્રિલ, 2025| Super Admin

સમીના તળાવ કાંઠે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી

સમીના તળાવ કાંઠે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનની લાશ મળી

પાટણ જિલ્લાના સમી તાલુકાના મુબારકપુરા ગામે તળાવની પાળ નજીક અજાણ્યા યુવકની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. અજાણ્યા યુવાનની લાશ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી પીએમ અર્થે ખસેડવાની સાથે લાશની ઓળખવિધિની કામગીરી હાથ ધરતાં લાશ રાજસ્થાનના કોઈ મંજુર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. યુવાને ગળે ફાંસો ખાઈને જાતે આત્મહત્યા કરી છે કે પછી કોઈ શખ્સોએ તેને મોતને ઘાટ ઉતારી લાશ જાડ સાથે લટકતી કરી છે તેની ઝીણવટભરી તપાસ પોલીસ દ્ધારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી માહિતી મુજબ સમી તાલુકાના મુબારકપુરા ગામના તળાવની પાળે ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં કોઇ અજાણ્યા યુવાનની લાશ લટકતી હોવાની જાણ ગ્રામજનોને થતાં લોકોના ટોળેટોળા ધટના સ્થળે પહોંચ્યા હતા. આ બાબતે સમી પોલીસને જાણ કરતા પોલીસે પણ ધટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા યુવાનની હત્યા થઈ છે કે તેણે જાતે જ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી છે તેની તપાસ માટેના ચક્રો ગતિમાન કરી લાશને પીએમ અર્થે મોકલી આપી હતી.તો સ્થળ પરથી જાણવા મળ્યા મુજબ મૃતક યુવાન રાજસ્થાની મજૂર હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો યુવાનની આત્મહત્યા કે પછી હત્યા તે અંગે અનેક તર્ક વિતર્કો ઉભા થતાં સમી પોલીસ ઘટના સ્થળે અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર