રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા25 એપ્રિલ, 2026| Super Admin

લોહીયાળ ચૂંટણી: મહેસાણામાં મનપાની ચૂંટણી વચ્ચે ખૂનીખેલ, ચૌધરી સમાજમાં ભારે રોષ

લોહીયાળ ચૂંટણી: મહેસાણામાં મનપાની ચૂંટણી વચ્ચે ખૂનીખેલ, ચૌધરી સમાજમાં ભારે રોષ

મિતેન ચૌધરીની હત્યા બાદ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ 

મહેસાણામાં મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. તેવામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે થયેલી બબાલ લોહિયાળ બની જતા ચૂંટણીની રસાકસીનો માહોલ વધુ ગરમાયો છે. વોર્ડ નં-4 માં રાજકીય વિવાદે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતાં ચૌધરી સમાજ લાલઘૂમ થઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના બાબતે ચૌધરી સમાજના અગ્રણીએ જણાવતાં કહ્યું હતું કે આ ઘટના પગલે ચૌધરી સમાજમાં ભારે નારાજગી સાથે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, રાજકીય રોટલા શેકતા અને નેતાગીરી કરતા લોકોના કારણે આખા સમાજને સોસવાનો વારો આવ્યો છે. જેના લીધે ચૌધરી સમાજે એક આશાસ્પદ યુવકને ખોયો તે ખૂબ જ દુઃખદ અને નિંદનીય બાબત છે, સમાજ આવા લોકોને કદીએ માફ નહીં કરે જેમણે સમાજના હોવા છતાં સમાજ વિરોધી કૃત્ય કર્યું છે. 

મહેસાણા શહેરમાં આવેલા તાવડિયા રોડ પર ભાજપ અને કોંગ્રેસ બન્નેય પક્ષોના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ભાજપના ઉમેદવારના ભાણીયા મિતેન ચૌધરી પર અજાણ્યા શખ્સોએ છરી, લાકડીઓ અને પાઈપ વડે જીવલેણ હુમલો કરતાં ભારે તંગદિલી ફેલાઈ ગઈ છે. રાજકીય અદાવતમાં થયેલ હિંસક હુમલામાં શરીરે ગંભીર ઇજાઓ થતાં મિતેન ચૌધરીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. આ હુમલામાં અન્ય એક યુવક ધીમંત ચૌધરી પણ ઘાયલ થયા છે, જ્યારે સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા છે. આ ચકચારી ઘટનાના પગલે મહેસાણા શહેર પોલીસ અને એલસીબી ટીમ દ્વારા સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

સમગ્ર ઘટના મામલે DySP મિલાપ પટેલે જણાવ્યું હતુ કે, ગઈકાલે મોડી રાત્રે આ ઘટના બની છે. જેમાં માનવઆશ્રમ ચોકડીથી તાવડિયા તરફ જતાનો જે વિસ્તાર છે, ત્યાં બે વ્યક્તિઓ મિતેન ચૌધરી તથા તેનો મિત્ર ધીમંત ચૌધરી તેના અન્ય બીજા બે મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યા હતાં. રસ્તામાં તેની ગાડીને રોકી અને અન્ય ચારથી પાંચ શખસોએ તેને રોક્યા હતાં અને તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં જે ભોગ બનનાર વ્યક્તિ છે તે પૈકી મિતેન ચૌધરીને થોડી ગંભીર ઇજાઓ થઈ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે અને તેના મિત્ર ધીમંત ચૌધરીને ગંભીર ઇજા થવાથી તે અત્યારે સારવાર હેઠળ છે. 

સમગ્ર બનાવની જો વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણા મિતેન ચૌધરીની હત્યા કરવામાં આવી છે. પોતાના ઘર તરફ જઇ રહેલા મિતેન ચૌધરી અને કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિતના સમર્થકો વચ્ચે બબાલ થતા સામસામે મારા મારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરીના ભાણીયા મિતેન ચૌધરી પર છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકી દેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ત્યારે બીજી તરફ વોર્ડ-4 માં કોંગ્રેસ ઉમેદવારના પતિ પર ગાડી ચઢાવી જાનથી મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોય તેવા આરોપ સાથે દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને તેમના સમર્થકો વચ્ચે થયેલી અથડામણ બાદ મહેસાણા મનપાનો ચૂંટણી જંગ લોહીયાણ બની જવા પામ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ મહેસાણામાં ઉકળતા ચરુ કેવી સ્થિતિ વચ્ચે વધુ તંગદિલી ન ફેલાય અને ચૂંટણી સામાન્ય રીતે પુરી થઈ જાય તેમજ કાયદો અમે વ્યવસ્થા જણાવી રહે તે માટે શહેરભરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટના બાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ બાજ નજર રાખી રહી છે કે ઘટનાના પગલે કોઈ છપકલું કે અનિચ્છનીય બનાવ ન બને. સાથો સાથ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત રેન્જ આઈજી વીરેન્દ્ર યાદવ પોતે પણ ચૂંટણી ટાણે બનેલી આ ઘટનાના પગલે મહેસાણા દોડી આવી સમગ્ર ઘટનાનો તાગ મેળવી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સર્જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર