રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
પાટણ14 જુલાઈ, 2026| Super Admin

પાટણ યુનિવર્સિટીમાં મોટો નિર્ણય: LIC સર્વેક્ષણ બાદ 25 કોલેજો થશે બંધ!

પાટણ યુનિવર્સિટીમાં મોટો નિર્ણય: LIC સર્વેક્ષણ બાદ 25 કોલેજો થશે બંધ!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ દ્વારા મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 25 સંલગ્ન કોલેજોને કાયમી ધોરણે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. યુનિવર્સિટીએ સત્તાવાર જાહેરનામું બહાર પાડી આ નિર્ણયની જાણ કરી છે. આ કોલેજો વિવિધ શૈક્ષણિક વર્ષોથી બંધ હતી. સંચાલકો દ્વારા યુનિવર્સિટી સમક્ષ કોલેજો બંધ કરવા માટે અગાઉ અરજીઓ કરવામાં આવી હતી. આ દરખાસ્તોના આધારે, યુનિવર્સિટી પ્રશાસને લોકલ ઇન્ક્વાયરી કમિટી (LIC) ની નિમણૂક કરી તપાસ હાથ ધરી હતી. LIC સમિતિએ કોલેજોની સ્થિતિનું સર્વેક્ષણ કરીને તેમને કાયમી ધોરણે બંધ કરવા માટે હકારાત્મક ભલામણ કરતો અહેવાલ રજૂ કર્યો હતો.સમિતિના અહેવાલને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટીના સત્તા મંડળો દ્વારા નિયમાનુસાર તમામ જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે, યુનિવર્સિટી સત્તા મંડળે સંબંધિત કોલેજોને સત્તાવાર રીતે બંધ કરવાની આખરી મંજૂરી આપી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલસચિવ ડો. આર.એન.દેસાઈ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલી વિગતો અનુસાર, યુનિવર્સિટી સંલગ્ન વિવિધ શાખાઓની કુલ 25 કોલેજોને શૈક્ષણિક વષૅ 2022-23 થી શરૂ કરી 2027-28 સુધીના ગાળામાં કાયમી ધોરણે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે.આ અંતર્ગત મરચન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ વિસનગર સંચાલિત મરચન્ટ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (બી.સી.એ. એન્ડ પીજીડીસીએ) અને સમીર વિકાસ ટ્રસ્ટ બાયડ સંચાલિત એસ.વી.ટી.

પીજીડીસીએ કોલેજ ઉજળેશ્વરને શૈક્ષણિક વર્ષ 2022-23થી બંધ કરવાની મંજૂરી મળી છે. જ્યારે ભારત એજયુકેશન ટ્રસ્ટ રસાણામોટા સંચાલિત સાયન્સ કોલેજ, સર્વોદય કેળવણી ટ્રસ્ટ ચાંદરેજ સંચાલિત મંગલમ એમ.એસસી. કોલેજ ઉંટરડા, સેવંતીલાલ ત્રિભોવનદાસ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટ ગઢ સંચાલિત કુમારભાઇ સેવંતીલાલ ઝવેરી કોમર્સ તેમજ સાયન્સ કોલેજ ગઢ, વડુ જૂથ કેળવણી મંડળ સંચાલિત કોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ (પીજીડીસીએ) વડુને શૈક્ષણિક વર્ષ 2025-26 થી બંધ કરવાની મંજૂરી અપાઈ વિસનગર સંચાલિત મરચન્ટ કોલેજ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચ (બી.સી.એ. એન્ડ પીજીડીસીએ) અને સમીર વિકાસ ટ્રસ્ટ બાયડ સંચાલિત એસ.વી.ટી.

પીજીડીસીએ કોલેજ ઉજળેશ્વરને શૈક્ષણિક વર્ષ 2022-23થી બંધ કરવાની મંજૂરી મળી છે. જ્યારે ભારત એજયુકેશન ટ્રસ્ટ રસાણામોટા સંચાલિત સાયન્સ કોલેજ, સર્વોદય કેળવણી ટ્રસ્ટ ચાંદરેજ સંચાલિત મંગલમ એમ.એસસી. કોલેજ ઉંટરડા, સેવંતીલાલ ત્રિભોવનદાસ ઝવેરી ચેરીટેબલ ટ્રસ્ટ ગઢ સંચાલિત કુમારભાઇ સેવંતીલાલ ઝવેરી કોમર્સ તેમજ સાયન્સ કોલેજ ગઢ, વડુ જૂથ કેળવણી મંડળ સંચાલિત કોલેજ ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ (પીજીડીસીએ) વડુને શૈક્ષણિક વર્ષ 2025-26 થી બંધ કરવાની મંજૂરી અપાઈછે.

આ ઉપરાંત એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વડાલી સંચાલિત એશિયન એમ.એસ.ડબલ્યુ. કોલેજ, એશિયન ડીપ્લોમા ઇન ફાયર એન્ડ સેફટી કોલેજ અને એશિયન બી.એસ.ડબલ્યુ. કોલેજ વડાલી તેમજ મધર કેર ફાઉન્ડેશન માલપુર સંચાલિત મધર કેર ઇન્સ્ટીટયુટ ઓફ ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેકટર અને સમીર વિકાસ ટ્રસ્ટ બાયડ સંચાલિત એસ.વી.ટી. ડીપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી કોલેજ ઉજળેશ્વર સહિત અંબિકા એજ્યુકેશન ટ્રસ્ટ હિંમતનગર સંચાલિત અંબિકા ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેકટર ગોઠવાને શૈક્ષણિક વર્ષ 2025-27 થી બંધ કરાશે.નવચેતન કેળવણી ટ્રસ્ટ ઉંટરડા સંચાલિત ટી.એસ.પટેલ પીજીડીએમએલટી કોલેજ, ડી.એચ.એસ.આઇ કોલેજ, ડી.એફ.એસ કોલેજ તેમજ બી.સી.એ. એન્ડ પીજીડીસીએ કોલેજ આંબલીયારાને શૈક્ષણિક વર્ષ 2027થી બંધ કરવાની મંજૂરી મળી છે. તે જ પ્રમાણે જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ મહિયાપુર સંચાલિત વાલીબા પી.જી.ડી.એ.

એમ.એલ.ટી. કોલેજ તખતપુર, અક્ષર મેડિકલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા સંચાલિત અક્ષર ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર કોલેજ, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઇ સંચાલિત એન.જી.ઇ.એસે ડીપ્લોમા ઇન હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેકટર કોલેજ પાટણ, સર્વોદય વિવિધ વિકાસ સેવા સંઘ છાપી સંચાલિત એમ.એચ.પરમાર કોલેજછાપી, અમરદીપ એજ્યુકેશન ટ્રસ્ટ પિલવાઇ સંચાલિત અમરદીપ કોલેજ પિલવાઇ, એશિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી વડાલી સંચાલિત એશિયન બી.સી.એ. કોલેજ વડાલી અને સમાજ સેવા ટ્રસ્ટ ભિલોડા સંચાલિત ડી.કે.રાવ સાયન્સ કોલેજ ભિલોડાને પણ શૈક્ષણિક વર્ષ 2027થી બંધ કરવામાં આવશે. જ્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ વિસનગર સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી નર્સિંગ કોલેજ (બીએસસી નર્સિંગ) વિસનગરને શૈક્ષણિક વર્ષ 2027-28થી કાયમી ધોરણે બંધ કરવા મંજૂરી અપાઈ છે.

સંબંધિત સમાચાર