ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને વધુ નફાકારક બાગાયતી પાકો તરફ આગળ વધી રહ્યા છે. આવી જ એક પ્રેરણાદાયી સફળતા ભાવનગર જિલ્લાના કોદીયા ગામમાંથી સામે આવી છે. અહીંના પ્રગતિશીલ ખેડૂત દાનુભાઈએ પોતાના ખેતરમાં વિદેશી અને આરોગ્ય માટે અત્યંત ફાયદાકારક ગણાતા અવોકાડોની સફળ ખેતી કરીને અન્ય ખેડૂતો માટે નવી રાહ ચીંધી છે. દેશ-વિદેશમાં અવોકાડોની ભારે માંગ છે. બજારમાં એક અવોકાડોનું ફળ અંદાજે 80 થી 100 રૂપિયામાં વેચાય છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને દાનુભાઈએ યુટ્યુબ પર માહિતી મેળવી, ત્યારબાદ ગુણવત્તાયુક્ત છોડ નર્સરીમાંથી લાવી પોતાના ખેતરમાં તેનું વાવેતર કર્યું. યોગ્ય જમીનની પસંદગી, પાણીના નિકાલની વ્યવસ્થા, નિયમિત સિંચાઈ અને વૈજ્ઞાનિક માવજતના કારણે આજે તેમના બગીચામાં સારું ઉત્પાદન મળી રહ્યું છે. જેના કારણે તેઓ સારી આવક પણ મેળવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં, દાનુભાઈ અન્ય ખેડૂતોને પણ અવોકાડોની ખેતી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે, જેથી વધુ ખેડૂતો આ નફાકારક પાક તરફ આગળ વધી શકે. દાનુભાઈની આ સફળતા એ વાતનો પુરાવો છે કે નવી ટેક્નોલોજી, યોગ્ય માહિતી અને આધુનિક ખેતી પદ્ધતિ અપનાવીને ખેડૂતો પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી શકે છે.
ગુજરાત| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
ભાવનગરના ખેડૂતે કરી કમાલ! અવોકાડોની ખેતીથી લાખોની કમાણી | Avocado Farming Gujarat
Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
ગુજરાતભરૂચમાં સાયખા GIDCમાં બોઈલર બ્લાસ્ટ, 5 કામદારોના મોત, અનેક ઘાયલ
14 કલાક પહેલા
ગુજરાતઓનલાઈન મેપના પર ભરોષો કરવો મોંઘો સાબિત થયો, ટ્રક અંડરપાસમાં ફસાઈ ગયું
2 દિવસ પહેલા
ગુજરાતઅમદાવાદમાં બે મુસ્લિમ યુવાનો ખોટા બહાના હેઠળ ગરબા પંડાલમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપાયા
2 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં બાળકો અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો
3 દિવસ પહેલા
