રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા17 ઑગસ્ટ, 2025| Super Admin

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ : પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે

ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૫ : પદયાત્રી સંઘો અંબાજી મંદિરની વેબસાઇટ મારફત ઓનલાઇન નોંધણી કરાવી શકશે
પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ: સંઘોની મંજૂરી તથા વાહન પાસ સહિત વિશેષ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાશે. શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરાશે. ચાલુ વર્ષે પદયાત્રી સંઘોની નોધણી પ્રક્રિયા અંબાજી મંદિરની ઓફિશિયલ વેબસાઈટ https://ambajitemple.in/bhadarvi-poonam મારફત શરૂ કરવામાં આવી છે. અધ્યક્ષ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી અને બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં પદયાત્રી સંઘોની સરળ અને પારદર્શક નોધણી માટે અદ્યતન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફતે પદયાત્રી સંઘો વિનામૂલ્યે ઘરે બેઠા ઓનલાઈન નોધણી કરી શકે છે. પોર્ટલ પર નોધાયેલ સંઘોની વિગતોની ચકાસણી બાદ પ્રાંત અધિકારી, દાંતાની કચેરી દ્વારા પદયાત્રી સંઘોને મંજૂરી તથા વાહન પાસ પણ ઓનલાઈન આપવામાં આવશે. આ સાથે જ પદયાત્રી સંઘના કોમર્શિયલ તેમજ પ્રાઈવેટ વાહનો માટે વિશેષ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ પદયાત્રી સંઘોએ આ સગવડનો લાભ લઈ વેબ પોર્ટલ ઉપર પોતાના સંઘની નોંધણી અવશ્ય કરાવવા અંબાજી મંદિરના વહીવટદાર તથા અધિક કલેક્ટર કૌશિક મોદીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

સંબંધિત સમાચાર