બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને જણાવવાનું કે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું e-KYC કરવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના નાગરિકો ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે પોતાનું e-KYC કરાવી શકે છે. તથા કોઇપણ લાભાર્થી વ્યાજબી ભાવની દુકાન પર પણ પોતાનું e-KYC કરાવી શકે છે. આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) દ્વારા પણ કરી શકે છે. જે નાગરિકોને પોતાનું e-KYC કરવાનું બાકી છે તેઓ વહેલી તકે e-KYC કરાવી પોતાનો જથ્થો વ્યાજબી ભાવની દુકાનેથી મેળવી શકે છે. ઉપરોક્ત જગ્યાઓ પર e-KYCની કામગીરી ચાલુ છે અને જે લોકોએ e-KYC કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે. જે રેશનકાર્ડધારકોનું e-KYC બાકી છે તેઓને સત્વરે e-KYC કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી બનાસકાંઠા-પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રેશનકાર્ડનું e-KYC તત્કાલિક પૂર્ણ કરાવવા બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની નાગરિકોને કરાઈ અપીલ

ટેગ્સ:#E-KYC#food security#Gram Panchayat#Banaskantha District#Public Awareness#Local Administration#Government Services#District Supply Department#Ration Distribution#My Ration App#Ration Cards#Beneficiary Identification#Supply Chain Management
સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરાગત પ્રક્ષાલન વિધિ સંપન્ન
15 કલાક પહેલા
બનાસકાંઠાખેડૂતોનું હુંકાર: પાલનપુરમાં ૧૦ હજાર ખેડૂતો ભેગા થઈને ગજવશે અવાજ !
16 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા સહિત રાજ્યભરમાં જમીન દફતર કચેરીના કર્મચારીઓની હડતાળ યથાવત
16 કલાક પહેલા
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
2 દિવસ પહેલા
