રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠાના સાંસદ દ્વારા ઉત્તર પશ્ચિમ રેલવે સમિતિની બેઠકમાં મતવિસ્તારના રેલવે સંબંધિત મુદ્દાઓ ઉઠાવ્યા

બનાસકાંઠાના સાંસદ દ્વારા ઉત્તર પશ્ચિમ રેલવે સમિતિની બેઠકમાં મતવિસ્તારના રેલવે સંબંધિત  મુદ્દાઓ ઉઠાવ્યા
જયપુર ખાતે ઉત્તર પશ્ચિમ રેલવે મંડળીય સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહી રજુઆત કરી બનાસકાંઠા જિલ્લામાં રેલ્વેના અનેક પ્રશ્ર્નો રહેલા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર જયપુર ખાતે ઉત્તર પશ્ચિમ રેલવે મંડળીય સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહી સંસદીય મતવિસ્તાર સંબંધિત રેલ્વેના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવ્યા રેલ્વે સત્તા મંડળ દ્વારા બનાસકાંઠા જિલ્લાને અન્યાય કરવામાં આવે છે મહત્વની ટ્રેનોના સ્ટોપેજ સહિત વિવિધ સ્થળોએ બ્રિજની સમસ્યા સહિત અનેક મુદ્દાઓ વણ ઉકેલ્યા વગર ના છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકસભાના સાસંદ ગેનીબેન ઠાકોર દ્રારા રેલ્વે વિભાગ ના મુદ્દાઓની ઉત્તર પશ્ચિમ રેલવે, જોધપુર અને જયપુર લેખિત તથા મૌખિક બંને રીતે સૂચન કરીને ઝડપી નિરાકરણ લાવવાની માંગણી કરવામાં આવી છે. જેમાં પાલનપુર લક્ષ્મીપુરા બ્રિજના ટેન્ડરની કાર્યવાહી ઝડપી થાય આ ઉપરાંત ભુજ–બાંદ્રા ટ્રેનને નિયમિત કરવામાં આવે તથા જ્યાં પણ રેલ્વે લાઇન પસાર થાય છે. ત્યાં ખેડૂતોને ખેતરો સુધી પહોંચવા અન્ડર ગ્રાઉન્ડ યોગ્ય રસ્તાઓ મળે તેવું નિરાકરણ કરવામાં આવે આ ઉપરાંત પાલનપુર રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવે અને રેલવે ના આઉટસોર્સિંગ કર્મચારીઓને પૂરતું વેતન મળી રહે અને કર્મચારીઓની સંખ્યા વધારવા માં આવે તથા  બાડમેર–પાલનપુર જૂની ટ્રેન ચાલુ હતી જે હાલમાં બંધ છે, તેને પુનઃ શરૂ કરવામાં આવે તેવ રજૂઆત કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં રેલ્વેને લગી નવિ સુવિધા સાથે અનેક પ્રશ્નોનુ નિરાકરણ આવે તેવુ લોકો પણ ઇચ્છી રહ્યા છે.    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર