રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 ઑગસ્ટ, 2025| Super Admin

બનાસકાંઠા કોંગ્રેસ વોટ ચોરીનાં મુદ્દે જિલ્લો ગજવશે આગામી 31 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે વિરોધ પ્રદર્શન

બનાસકાંઠા કોંગ્રેસ વોટ ચોરીનાં મુદ્દે જિલ્લો ગજવશે આગામી 31 ઓગસ્ટે અમદાવાદમાં યોજાશે વિરોધ પ્રદર્શન

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે વોટ ચોરીનું અભિયાન છેડયું છે જેને લઈને દેશભરમાં વોટ ચોરી મુદ્દે કૉંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે, ત્યારે બનાસકાંઠા કોંગ્રેસ પણ જિલ્લાભરમાં વોટચોરીનો મુદ્દો લોકો સુધી લઈ જશે તેવું પાલનપુર ખાતે આયોજિત પત્રકાર પરિસદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 40 જેટલી લોકસભા બેઠક  પર ખૂબ જ ઓછા માર્જિન થી કોંગ્રેસની હાર થઈ છે, જે અંગે તપાસ કરતાં વોટચોરીની આશંકા પ્રવર્તી રહી છે, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ છેડેલા વોટચોરી અભિયાનને બનાસકાંઠા કોંગ્રેસ પણ ગામે - ગામ લઈ જશે. આ અંગે કોંગ્રેસ તાલુકામથકોએ વોટચોરી અને સ્થાનિક પ્રશ્નોને લઈને આંદોલન છેડશે. વધુમાં તેઓએ 31મી એ અમદાવાદ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનને સફળ બનાવવા કાર્યકરોને આહવાન કર્યું હતું.આ પ્રસંગે મહિલા પાયલોટ રાગીણી પરમાર કોંગ્રેસમાં જોડાતાં તેઓનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પત્રકાર પરિસદનું સ્વાગત પ્રવચન કોંગ્રેસ અગ્રણી મુકેશ ચૌહાણે કર્યું હતું . આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પ્રદેશ મંત્રી દિનેશ ગઢવી, દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ડામરાજી સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

સંબંધિત સમાચાર