રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા24 જૂન, 2026| Super Admin

મહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય

મહેસાણા જિલ્લાના બહુચરાજીની તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ જર્જરિત, મોટી દુર્ઘટનાનો ભય

મહેસાણા જિલ્લાના બહુચરાજી પંથકમાં આવેલો અને અનેક ગામોને જોડતો તેજપુરા-કાનપુરા કેનાલ બ્રિજ હાલમાં અત્યંત ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયો છે. સરકારી તંત્રની ઘોર બેદરકારીના પરિણામે આ પુલની હાલત એટલી બિસ્માર થઈ ગઈ છે કે અહીંથી પસાર થતા મુસાફરો અને વાહનચાલકો સતત જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

સ્થાનિક લોકો અને ખેડૂતોએ નિર્માણ કાર્યની નબળી ગુણવત્તા અંગે રોષ ઠાલવતા જણાવ્યું છે કે, પુલના સ્લેબમાંથી સતત પાણી નીચે ટપકી રહ્યું છે. આ પાણીના લીકેજના કારણે પુલના માળખામાં વપરાયેલી લોખંડની મજબૂત એંગલો પણ સંપૂર્ણપણે કાટ ખાઈને સડી ગઈ છે. પુલ પરથી સિમેન્ટના પોપડા ખરી પડ્યા છે, જેનાથી આંતરિક માળખું નબળું પડી ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ જોતા ભારે વાહનોના વજનથી આ બ્રિજ કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે.

આ માર્ગ બહુચરાજી સહિત કાનપુરા, કટોસણ અને રામપુરા જેવા અનેક મોટા ગામો માટે વ્યવહારનું મુખ્ય માધ્યમ છે. રોજેરોજ અહીંથી શાળાની વાન, એસ.ટી. બસો તેમજ ખેડૂતોના ટ્રેક્ટરોની ભારે અવરજવર રહે છે. જો નર્મદા નિગમ કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સત્વરે આ પુલની યોગ્ય તપાસ કરી તેનું નવેસરથી સમારકામ કે નિર્માણ કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ ગંભીર જાનહાનિ સર્જાવાની પૂરી દહેશત છે, અને જો તેમ થશે તો તેનો સંપૂર્ણ દોષ વહીવટી તંત્રનો જ રહેશે.

ટેગ્સ:#Bahucharaji

સંબંધિત સમાચાર