રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં 'આઇકોનિક રોડ' ની કામગીરીમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા

ડીસામાં 'આઇકોનિક રોડ' ની કામગીરીમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા
પાલિકાની કડક કાર્યવાહીના પગલે દબાણદારોમાં ફફડાટ ડીસા શહેરને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા 'આઇકોનિક રોડ' પ્રોજેક્ટની કામગીરી હવે વેગ પકડી રહી છે. આ કામગીરીના ભાગરૂપે આજે ડીસા નગરપાલિકા દ્વારા જલારામ મંદિર આસપાસના વિસ્તારોમાં રોડ પર નડતરરૂપ એવા કાચા-પાકા દબાણો દૂર કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ​લાંબા સમયથી જલારામ મંદિર પાસેના મુખ્ય માર્ગ પર લારી-ગલ્લા અને અન્ય ગેરકાયદે બાંધકામોને કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આઇકોનિક રોડના નિર્માણમાં આ દબાણો મુખ્ય અવરોધ બનતા હતા. આજે સવારથી જ પાલિકાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને જેસીબીની મદદથી દબાણો હટાવ્યા હતા. રોડની સાઈડમાં ઊભા કરી દેવાયેલા પતરાના શેડ, ઓટલા અને લારી-ગલ્લા દૂર કરાયા.આ વિસ્તારમાં થતા ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને કાયમી છુટકારો મળશે.દબાણ મુક્ત થયેલી જગ્યા પર હવે ફૂટપાથ અને આધુનિક રોડનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે.​પાલિકાની આ ઓચિંતી કાર્યવાહીને પગલે અન્ય વિસ્તારોના દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરના વિકાસમાં આડે આવતા તમામ દબાણો આગામી દિવસોમાં પણ તબક્કાવાર દૂર કરવામાં આવશે.  

સંબંધિત સમાચાર