પાલનપુરના જુનાગંજ બજારથી ઇદગાહ રોડને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં

રાહદારીઓ અને વેપારીઓને ભારે હાલાકી
પાલનપુર જુનાગંજ બજારથી ઈદગાહ રોડને જોડતો માર્ગ બિસ્માર બનતા વેપારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરના જૂના ગંજ બજારમાં 200 કરતા વધુ અલગ અલગ વેપારી પેઢીઓ આવેલી છે. ગંજ બજારના પાછળથી ઈદગાહ રોડને જોડતા માર્ગમાં ઠેર ઠેર ખાડા અને કાદવ કીચડને કારણે વેપારીઓ ઘણા સમયથી હાલાકી ભોગવી રહ્યા છે. માર્ગ પરથી ચાલીને પસાર થવું તો જાણે અસંભવ બન્યું છે દ્વિ ચક્રીય વાહન ચાલકોને પણ પાણી ભરેલ ખાડાને કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.આ બાબતે પાલિકા તંત્ર સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
