ગુજરાત સ્ટેટ સ્વિમિંગ સ્પર્ધામાં પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના 13 વર્ષીય વિહાંગ સાલવીએ પાંચ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ટ્રોફી મેળવી શાળા પરિવાર સહિત પાટણ સાલવી સમાજ અને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબ ખાતે આયોજિત ગુજરાત સ્ટેટ જુનિયર અને સિનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપ્સ સ્પર્ધામાં પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલના 13 વર્ષીય વિહાંગ સાલવીએ અંડર 14 ગ્રુપમાં ભાગ લઈ તેની તરણ ક્ષમતા અને પ્રતિભાના દશૅન કરાવી ગુજરાત સ્ટેટ લેવલની આ સ્પર્ધામાં તેને 200, 400, 800 અને 1500 મીટર ફી સાથે 200 મીટર બેક સ્ટ્રોક સ્પર્ધામાં વિજેતા બની પાંચ ગોલ્ડ મેડલ સાથે ચેમ્પિયન ટ્રોફી હાંસલ કરી સ્વિમિંગ ક્ષેત્રે પાટણની ઓક્સફર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સહિત સાલવી પરિવાર અને પાટણ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. વિહાંગ સાલવી હાલ અમદાવાદમાં સેવી સ્વરાજ સ્પોર્ટ્સ કલબમાં કોચ કમલેશભાઈ નાણાવટી અને ધૃવભાઈના માગૅદશૅન હેઠળ સ્વિમિંગનું કોચિંગ લઇ રહ્યો હોવાનું તેના પિતા આશિષભાઈ સાલવીએ જણાવ્યું હતું.
પાટણ ઓક્સફર્ડ સ્કૂલના વિહાંગ સાલવીએ ગુજરાત સ્ટેટ સ્વીમિંગ સ્પર્ધામાં 5 ગોલ્ડ મેડલ અને ચેમ્પિયન ટ્રોફી જીતી
સંબંધિત સમાચાર
પાટણરાધનપુરમાં ડમ્પરના ગુપ્ત ખાનામાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો
1 દિવસ પહેલા
પાટણસિદ્ધપુરના તાવડીયા ચોકડી પરથી પસાર થતી ટ્રક સર્કલ પર ચડી જતા અકસ્માત સર્જાયો
1 દિવસ પહેલા
પાટણપાટણના હાજીપુરમાં SD Pay એપ્લિકેશનથી રૂ. 2.52 લાખથી વધુની ઠગાઈ કરાઈ
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના રોઝુના ખેડૂતોએ કેનાલ રિપેર કરવા નર્મદા નિગમને આવેદનપત્ર આપ્યું
1 દિવસ પહેલા
