રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અંબાજી

અંબાજીની જનરલ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

અંબાજીની જનરલ હોસ્પિટલ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
યાત્રાધામ અંબાજીના જનરલ હોસ્પિટલને 50 બેડથી વધારીને સરકારે 100 બેડની મંજૂરી આપીને અપગ્રેડ કરી દેવામાં આવી છે, અંબાજી આસપાસમાં કોઈ અન્ય મોટી હોસ્પિટલ નથી ને ઓપીડીની સંખ્યા તેમજ પ્રસ્તુતાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી. તેમજ અંબાજી આસપાસ બનતી અકસ્માતાની ઘટના પણ વારંવાર બનતી હોય છે. તેવામાં અંબાજીની હોસ્પિટલમાં માત્ર 50 બેડની સુવિધા હોવાથી અને સ્ટાફ ઓછો હોવાના કારણે મહત્તમ કેસ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા. તેને લઈ અંબાજી જનરલ હોસ્પિટલ ન સુપ્રિન્ટેન્ડેટ ડૉ વાય.કે.મકવાણા દ્વારા સરકારને કરાયેલી સબળ રજૂઆતના પગલે અંબાજીની હોસ્પિટલને અપગ્રેડ કરીને 100 બેડની કરી દેવામાં આવી છે. સાથે ડાયાલિસિસ જેવી સુવિધામાં વધારો કરાયો છે, આ વિસ્તારની આદિવાસી મહિલાઓની પ્રસુતિ વખતે મહત્તમ લોહીની વિશેષ જરૂર પડતી હોવાથી પાલનપુરથી મંગાવું પડતું હતું. આ સુવિધામાં વધારો કરી આ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સાથે બ્લડ બેન્કની પણ અંબાજી ખાતે મંજૂરી આપી દેવામાં આવી છે.  જેને લઈને ખાસ કરી અંબાજી હોસ્પિટલમાં પાલનપુરની પેથાણી વોલેન્ટરી બ્લડ બેન્કના સંયુક્તપણે આજે યોજેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હોસ્પિટલની સ્ટાફ, ગ્રામજનો સહિત અનેક લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ  રક્તદાન કર્યું હતું. 100 બેડની હોસ્પિટલ કરાતા નિષ્ણાત તબીબો સહિત સ્ટાફમાં વધારો થશે. જેને લઇ પાલનપુર રીફર કરાતા કેસ મહત્તમમાં ઘટાડો થશે. અંબાજી હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ.ડો.વાય.કે.મકવાણા જનરલ હોસ્પિટલ અંબાજીએ જણાવ્યું હતું.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર