રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત26 મે, 2025| Super Admin

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાખોનું ડ્રગ્સ પકડી પાડ્યું બેની કરી ધરપકડ; ત્રણ ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લાખોનું ડ્રગ્સ પકડી પાડ્યું બેની કરી ધરપકડ; ત્રણ ફરાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્ર્ગ્સ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે, એસઓજી એ બરોડા એક્સપ્રેસ હાઈવે પાસેથી બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથધરી છે, અજય પ્રજાપતિ અને આનંદી ડામરની પોલીસે ધરપકડ કરી છે, ડ્રગ્સનો જથ્થો મંગાવનાર અને મોકલનાર 3 શખ્સો ફરાર છે, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. મધ્યપ્રદેશથી 52.50 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ લઇને અમદાવાદ આવેલા કપલની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વટવાના ડ્રગ્સ માફિયાએ મધ્યપ્રદેશથી લાખો રૂપિયાનુ ડ્રગ્સ મંગાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે યુવક અને યુવતીની ધરપકડ કરી છે. યુવતી અગાઉ પણ ડ્રગ્સની ડિલિવરી આપવા આવતી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કપલ મધ્યપ્રદેશના રતલામથી ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે FSLની ટીમ બોલાવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. જે સફેદ પાવડર મળ્યો હતો તે FSLની તપાસમાં સામે આવ્યું છે કે તે ડ્રગ્સ છે, અગાઉ પણ આ શખ્સોએ અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી કરી હતી.

સંબંધિત સમાચાર