રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા30 જૂન, 2026| Super Admin

કાંકરેજના માનપુર પાસે ટ્રેઇલરની પાછળ જીપડાલુ ઘૂસતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

કાંકરેજના માનપુર પાસે ટ્રેઇલરની પાછળ જીપડાલુ ઘૂસતાં અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી

હાઈવે પર સમારકામ વચ્ચે અકસ્માતોની ઘટનાઓથી વાહન ચાલકોમાં ચિંતામાં ગરકાવ

કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી–થરા નેશનલ હાઈવે પર માનપુર ગામ નજીક ટ્રેઇલરની પાછળ જીપ ડાલુ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જીપ ડાલાના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. મળતી માહિતી મુજબ, શિહોરીથી થરા તરફ જઈ રહેલા વાહનો દરમિયાન આગળ ચાલી રહેલા ટ્રેઇલરની પાછળ જીપ ડાલુ અથડાયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે, જીપ ડાલાના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં ચાલકને સામાન્ય પ્રકારની ઇજાઓ (મૂઢમાર) પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે શિહોરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ 112 ઇમરજન્સી સેવા અને શિહોરી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ટ્રાફિક વ્યવસ્થા સાથે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે ડીસા–ભીલડી–શિહોરી–થરા–રાધનપુર નેશનલ હાઈવે પર હાલમાં સમારકામની કામગીરી ચાલી રહી છે. જેના કારણે અનેક સ્થળોએ માર્ગ એક માર્ગીય બનાવવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં કેટલાક વાહન ચાલકો દ્વારા ઉતાવળમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરાતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ માંગ કરી છે કે જોખમી સ્થળોએ પૂરતા ચેતવણી સૂચક બોર્ડ, ગતિમર્યાદાના નિર્દેશો તેમજ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ તાત્કાલિક ઉભી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર માર્ગ સુરક્ષા અંગે કેટલું ઝડપી અને અસરકારક પગલું ભરે છે ?

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર