રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા23 ઑગસ્ટ, 2025| Super Admin

મેળાના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

મેળાના સુચારુ આયોજનને લઈને જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ
મેળામાં સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે:- કલેકટર મિહિર પટેલ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫નું આયોજન કરાશે. આજરોજ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર વ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેકટરએ બેઠક બાદ વિવિધ સ્થળની મુલાકાત લઈને આયોજન અંગે નિરીક્ષણ કર્યુ હતું. આ બેઠકમાં કલેકટરએ જિલ્લાની અલગ અલગ કુલ ૨૯ સમિતિઓ દ્વારા અત્યાર સુધી કરેલ કામગીરી અને હવે પછીની કરવામાં આવનાર કામગીરી અંગે સમીક્ષા કરી હતી. કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને વિવિધ સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં વીજળી, પાણી, સ્વચ્છતા, ટ્રાફિક મેનેજમેન્ટ, ભોજન, સલામતી અને કાયદો વ્યવસ્થાપન, આરોગ્ય અને ઇમરજન્સી સારવાર, પાર્કિંગ, પ્રસાદ વ્યવસ્થા, ઈમરજન્સી રિસ્પોન્સ, પદયાત્રી સંઘ - સેવા કેમ્પોની નોંધણી, હેલ્પ સેન્ટર, પ્રચાર - પ્રસાર, યાત્રિક ગણતરી અને ડેટા સેન્ટર, ડ્રોન શૉ, વિસામા, મંદિર દર્શન અને નિગરાની સહિતની બાબતો પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને સૂચનો કર્યા હતા. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, સાત દિવસના ટૂંકા ગાળામાં ૩૫ થી ૪૦ લાખ પદયાત્રીઓ શ્રધ્ધા સાથે અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા પદયાત્રીઓને તમામ સુવિધાઓ પૂરી પડાય તે જરૂરી છે. ચાલુ વર્ષે સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકાશે. ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતામાં જોડાશે. આ સાથે વેપારીઓ અને પદયાત્રીઓ કચરો ડસ્ટબીનમાં જ નાખે તે જરૂરી છે. મેળામાં ૮ સેક્ટર અને ૧૬ ઝોનમાં પોલીસ વિભાગ કામગીરી કરશે જેમાં કુલ ૫૦૦૦ જેટલો પોલીસનો સ્ટાફ ફરજ બજાવશે. અંબાજી ખાતે મેળામાં ચાલીને આવતા પદયાત્રીઓ રસ્તાની ડાબી બાજુ ચાલશે તથા રસ્તાની જમણી બાજુએ વાહનો ચાલશે. ચાલુ વર્ષે વિવિધ સુવિધાઓ ઑનલાઇન કરાઈ છે તેનો લોકો વધુમાં વધુ લાભ લે તે જરૂરી છે.

સંબંધિત સમાચાર